રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા આજે શુક્રવારે સુરતની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરતના પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોષને મળ્યા હતા, જ્યારે SIRની કામગીરીની સમીક્ષા કરી હતી.
પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યાના 69 દિવસ બાદ આજે જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા છે. ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. વિશ્વકર્માની હાજરીના પગલે સંગઠનમાં નવા ઉત્સાહનો સંચાર જોવા મળ્યો હતો.
મુલાકાત દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે સંગઠનની કામગીરીની સમીક્ષા વિશ્વકર્માએ કરી હતી. ખાસ કરીને તેઓએ SIRની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. આ બેઠકમાં સુરત, તાપી અને ભરૂચ જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રણેય જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પાર્ટી અધ્યક્ષો અને સક્રિય કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખે સીધો સંવાદ સાધી કામગીરીનો તાગ મેળવ્યો હતો.
પ્રમુખ પાયાના કાર્યકરોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. ભાજપના જૂના હોદ્દેદારો અને સીનિયર કાર્યકર્તાઓને એક બાદ એક મળ્યા હતા. આગામી વર્ષે આવનારા પાલિકાની ચૂંટણી પહેલાં આ મિટિંગને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.