મની લોન્ડરિંગ કેસમાં આખરે જેકલીનને મળી રાહત, પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા જામીન – Gujaratmitra Daily Newspaper

Entertainment

મની લોન્ડરિંગ કેસમાં આખરે જેકલીનને મળી રાહત, પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા જામીન

મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline Fernandez) મની લોન્ડરિંગ કેસમાં (money laundering case) પટિયાલા હાઉસ કોર્ટમાંથી (Patiala House Court) મોટી રાહત મળી છે. 200 કરોડની છેતરપિંડીના કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukhesh Chandrashekhar) સાથે સપડાયેલી એક્ટ્રેસ જેકલીનને આખરે કોર્ટે જામીન આપ્યા છે. આ પહેલા અભિનેત્રીના જામીન પર નિર્ણય 11 નવેમ્બરે લેવાનો હતો. પરંતુ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. અભિનેત્રીની વચગાળાની જામીન 10 નવેમ્બરે જ પૂરી થઈ ગઈ હતી. ચુકાદો આપતી વખતે કોર્ટે જેકલીનને બે લાખના વ્યક્તિગત બોન્ડ એટલે કે જામીન બોન્ડ પર જામીન આપ્યા છે.

વિદેશ પ્રવાસ કરી શકે છે જેકલીન
સુકેશ ચંદ્રશેખર સાથે છેતરપિંડી કેસમાં સંડોવાયેલી જેકલીનને જામીન મળી ગયા છે. અભિનેત્રી અગાઉ વચગાળાના જામીન પર હતી. આ પછી, તેણે નિયમિત બેલ માટે અરજી કરી હતી. 11 નવેમ્બરે થયેલી સુનાવણીમાં EDએ જેકલીનના જામીનનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે જેકલીન પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તે દેશ છોડી વિદેશમાં પણ ભાગી શકે છે.

આ દલીલો બાદ કોર્ટમાં જેકલીનના વકીલે તપાસમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ સાથે જ વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે ED પર જેક્લિને હેરાન કરે છે તેવો આરોપ ED પર લગાવ્યો હતો. નિર્ણયમાં કોર્ટે જેકલીનને વિદેશ જવાની છૂટ પણ આપી છે. કોર્ટે કહ્યું કે જેકલીન કોર્ટની પરવાનગી લઈને દેશની બહાર જઈ શકે છે, પરંતુ અભિનેત્રી દેશ છોડીને જઈ શકે નહીં. કોર્ટે આગામી તારીખ 24 નવેમ્બર નક્કી કરી છે, જ્યારે જેકલીન સામેના આરોપો અંગે દલીલ કરવામાં આવશે.

જેકલીન પર શું છે આરોપ?
જેકલીન ફર્નાન્ડિસ પર 200 કરોડના મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની નજીક હતી. અભિનેત્રી પર છેતરાયેલી રકમનો ફાયદો ઉઠાવવાનો આરોપ છે. EDએ આ કેસમાં જેકલીનને આરોપી બનાવી છે. બીજી તરફ જેકલીનનું કહેવું છે કે તે પોતે પણ આ મામલે પીડિતા છે. એવા અહેવાલો છે કે જેકલીન અને સુકેશ રિલેશનશિપમાં હતા. બંને એકબીજાના પ્રેમમાં હતા. જેકલીનને ખુશ કરવા સુકેશ તેને મોંઘીદાટ ભેટો આપતો હતો. જેકલીન સુકેશ સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી. થોડા દિવસો પહેલા સુકેશે જેકલીન નિર્દોષ છે તેવો જેલમાંથી પત્ર લખ્યો હતો. સુકેશે લખ્યું કે જેકલીન માત્ર તેની પાસેથી પ્રેમ ઇચ્છતી હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓએ જેકલીનને પીએમએલએ હેઠળ દોષી ઠેરવી છે.

Most Popular

To Top