સરકાર પ્રત્યે અસંતોષ આંતરિક બળવો ફાટી નિકળવાના એંધાણ છે, મોંઘવારી, બેકારી, વસ્તી વધારો, શસ્ત્ર દોડ, લાંચ રુશ્વત વિગેરે અજંપાથી પીડાતી પ્રજા સરકાર વિરૂધ્ધ જઈ રહી છે. વિન્ડો ડ્રેસીંગથી પેટ નથી ભરાતું (પેટનું બાખ્યુ ગામ બાળશે) ભાજપ એક હથ્થુ, શાસન સત્તા ટકાવી રાખવા ખેડૂત આંદોલનને કચડી નાંખ્યું. જિહાદ, ત્રિપલ તલાક, અશાંતધારો, 370મી કલમ, મંદિરને બહાને મસ્જિદો તોડી પાડવી. સેંકડો વર્ષથી ગેરકાયદેસરની વસાહતો પર બુલડોઝર ફેરવી પ્રજાના ગુસ્સાને ભડકાવવો, દરેક મસ્જિદ પહેલા મંદિર હતુ એવી લાગણીશીલ, પ્રજાને આઘાત પહોંચાડવું. અગ્નિવીર ભરતી વિવાદ, બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. પ્રજાએ પોતાની જ સ્થાવર જંગમ મિલકતનો ગુસ્સો અને નારાજગીમાં નાશ કર્યો. (નુકસાન કોને થયું?) ચૂંટણી નજીક આવી રહી છે મતબેંકને અંકે, કરવા વિધર્મી અને અધર્મીઓને આપસમાં લડાવી દેશના શાંત માહોલમાં પથ્થરો નાંખી ડેટાળાવી રહી છે. શાંત ધારા અશાંતધારામાં ફેરવી, પ્રજાની નારાજગી કદાચ સરકાર ઉથલાવી પણ નાંખે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
