કેન્દ્ર સરકાર એવો કાયદો બનાવી રહી છે જેમાં જન્મ અને મૃત્યુ માટે આધારને ફરજિયાત કરવામાં આવશે. જો આ બિલ કાયદો બનશે, તો તેને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે. આમ કરવાથી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન – NPRનો મુદ્દો ફરી જીવતો થશે. છેલ્લી વખત જ્યારે સરકારે NPR લાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે 2019-20માં CAA-NRC સામે દેશવ્યાપી વિરોધને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. એપ્રિલ 2020માં, કેન્દ્ર સરકાર NPR (નાગરિકોની રાષ્ટ્રીય નોંધણી) નું કામ શરૂ કરવાની હતી. આ માટે એક મોટી ટીમની જરૂર હતી, જેમાં સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને ક્લરિકલ સ્ટાફ ઘરે-ઘરે જઈ પ્રશ્નો પૂછીને દેશના 25 કરોડ ઘરોનો સર્વે કરવાનો અને તેમને નોંધવાના હતા.
જો કે, વિરોધને કારણે આ કામ રોકી દેવામાં આવ્યું. પણ આ મુદ્દે દેખાવો ચાલુ રહ્યા હતા કારણ કે વડા પ્રધાને NRC લાગુ નહીં કરવામાં આવે તેવી કોઈ ખાતરી આપી ન હતી. તેમણે એટલું જ કહ્યું હતું કે ‘‘હજુ સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી.’’ આનાથી લોકોને વિશ્વાસ ન હતો થયો કે આસામમાં જે બન્યું છે તેનું પુનરાવર્તન આખા દેશમાં નહીં થાય. એટલે કે, લોકોને શંકાસ્પદની યાદીમાં મૂકવા, તેમના મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવે અને NRCની પ્રક્રિયા શરૂ કરીને વિદેશી ન્યાયપંચ બનાવવામાં આવશે અને અંતે ડિટેન્શન સેન્ટર.
NPR-NRCના વિરોધ સિવાય બિન-ભાજપ શાસિત રાજ્યો દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાયે રાજ્યોએ કહ્યું હતું કે તેમના રાજ્યોમાં NPR લાગુ નહીં કરે. કેરળ સરકારે તો કેન્દ્રને જાણ પણ કરી હતી કે જો કેરળમાં તેને લાગુ કરવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાની કટોકટી સર્જાશે. રાજ્યએ CAA (નાગરિકતા સંશોધન અધિનિયમ)ને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તે સમયે મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન હતું અને તેમણે પણ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં નહીં આવે. આવા સર્વે કરવા આવતા કર્મચારીઓનો વિરોધ કરવા પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ લોકોને કોઈ કાગળ-દસ્તાવેજ ન બતાવવા માટે જોર કર્યું. તે જ સમયે, કેટલાક રાજ્યો (ઓડિશા અને બિહાર) એ કહ્યું હતું કે તેઓ તેમના રાજ્યોમાં આંશિક રીતે NPR લાગુ કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે આ વિવાદમાં રાજસ્થાનીઓને જેલમાં મોકલવા કરતાં પોતે જેલમાં જવાનું પસંદ કરશે. સંઘીય સ્તરે સ્પષ્ટ થઈ ગયું કે આ સંદર્ભે એકત્રિત કરવામાં આવેલ ડેટા અધૂરો રહેશે. આ ત્રીજું કારણ હતું જેના લીધે મોદી સરકારે 2020માં NPR-NRC પ્રક્રિયાને રોકી દીધી હતી.
પરંતુ તેમાં કોઈ શંકા નથી કે આ પ્રક્રિયાને અટકાવવાનું મુખ્ય કારણ લોકોની દેખિતી માહિતી રીતે ભેગી કરવાની હતી, એટલે કે ઘરે-ઘરે જઈ ડેટા એકઠો કરવો. નાગરિકતા કાયદાથી સર્જાયેલા ધ્રુવીકરણને કારણે સરકારે કેટલાક કડક પગલાં પણ લીધા અને તેનો પ્રચાર પણ કરવામાં આવ્યો. ફેબ્રુઆરી 2020માં હૈદરાબાદમાં આધારની દેખરેખ રાખતા અધિકારીઓએ ભારતીય નાગરિક હોવાના પુરાવા માંગવા માટે લગભગ 100 જેટલા લોકોને ઑફિસ પર બોલાવ્યા હતા. દેખીતી રીતે, તે બધા મુસ્લિમ નાગરિકો હતા. જ્યારે આ સમાચાર સામે આવ્યા, ત્યારે આધાર અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કંઈક ગેરસમજ હતી અને પછી તેમના હાથ પાછા ખેંચી લીધા. પરંતુ નુકસાન પહેલાથી જ થઈ ગયું હતું.
દરમ્યાન આસામની એક અદાલતે મુસ્લિમ મહિલાના ભારતીય નાગરિકત્વના દાવાને ખોટો સાબિત કરવા માટે મતદાન આઈડી કાર્ડ અને 1960ના દાયકાના જમીન મહેસૂલ રેકોર્ડ સહિત 15 જુદા જુદા દસ્તાવેજોને નકારી કાઢ્યા હતા. ફરી આ ઘટનાનો ઘણો પ્રચાર થયો. બિદરની એક શાળામાં નાગરિકતા કાયદા આધારિત નાટક ભજવવા બદલ બાળકોની પૂછપરછ કરવામાં આવી હતી, તેમના માતા-પિતા પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને મહિલાઓને જેલમાં ધકેલી દેવામાં આવી હતી. આ ઘટના સામે વૈશ્વિક આક્રોશ જોવા મળ્યો હતો.
આ બધાના પરિણામે, માહિતી સામે આવી અને NPR અને CAA વિરુદ્ધ દેશના ઘણાં ભાગોમાં મોટા પાયે લોકો એકત્ર થયા. તમિલનાડુમાં, ચેન્નાઈ, તિરુનેલવેલી, વેલ્લોર, કોઈમ્બતુર, થૂથુકુડી, તિરુચી, મદુરાઈ, સાલેમ અને કૃષ્ણાગિરીમાં એક જ દિવસમાં જંગી વિરોધ પ્રદર્શન થયા. આ એવા વિરોધો હતા કે જેને શાંત કરવા કેટલાક શહેરોમાં સમગ્ર પોલીસ દળોની તૈનાત કરવાની જરૂર પડી હતી. અને ભારત જેવા મોટા દેશોમાં આ બાબત સારી નથી. CAAના વિરોધના કારણે નેશનલ સેમ્પલ સર્વેને(NSS) પણ અસર થઈ હતી. આ સર્વે વસ્તી સંબંધિત ડેટા એકત્રિત કરે છે. આ કારણોસર દર પાંચ વર્ષે યોજાનારી(quinquennial) વસ્તી ગણતરી અને સર્વે પણ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યો.
દેશના પૂર્વ મુખ્ય આંકડાશાસ્ત્રી પ્રણવ સેને તે સમયે કહ્યું હતું કે આ પોતાનામાં એક નવી પ્રકારની સમસ્યા છે. “NSS સર્વેયર પર હુમલા નવી વાત નથી. ભૂતકાળમાં પણ આવું બન્યું છે, ખાસ કરીને જ્યારે લોકોને તેમની સંપત્તિ અથવા આવક વિશે પૂછવામાં આવે, પરંતુ તે બહુ સામાન્ય થયું જ્યારે ધીમે ધીમે લોકો NSS સર્વેક્ષણની જાણ થઈ હતી. જોકે હવે આ બધું બદલાઈ ગયું છે. તેમણે કહ્યું કે હકીકતમાં આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે જ્યાં વસ્તી ગણતરી યોગ્ય રીતે થઈ શકતી નથી, અને જો વસ્તી ગણતરી યોગ્ય રીતે કરવામાં નહીં આવે, તો આગામી દસ વર્ષનાં કોઈપણ ઘરે-ઘર સર્વેનો ડેટા વિશ્વાસપાત્ર રહેશે નહીં. જો આ (જન ગણતરી)માં કોઈ સમસ્યા હશે તો આગામી 11 વર્ષ સુધી આપણને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આપણી કમનસીબી હશે કે જન્મ અને મૃત્યુ સાથે આધારને લિંક કરવાથી નાગરિકતા પર ફરી ઘર્ષણ શરૂ થશે. આપણે એ વાતને ધ્યાનમાં લેવી કે યુએન સેક્રેટરી, યુરોપિયન યુનિયન અને યુએસ કોંગ્રેસ સહિત વિશ્વભરના શક્તિશાળી અવાજોએ 2020 દરમિયાન ભારતમાં શું થઈ રહ્યું છે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. આવા સંજોગોમાં, કોઈપણ રીતે, NPR સાથે આગળ વધવાનું સરકાર માટે કોઈ વ્યાજબી નથી. આશા છે કે આ બધું ધ્યાનમાં લેવામાં આવ્યું છે કારણ કે આપણે નાગરિકતાના વિવાદ તરફ પાછા પહોંચી શકીએ છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.