બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ટેલિવિઝન ડાન્સ શોના જજ ટેરેન્સ લુઈસ ‘મેહરબાન’ ગીતમાં એક અલગ જ અવતારમાં જોવા મળ્યા હતા અને આ ગીતને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી.સેંકડો ફિલ્મો અને ગીતોમાં કોરિયોગ્રાફર તરીકે કામ કરી ચૂકેલા ટેરેન્સ હવે અભિનય તરફ વળ્યા છે.અમારા ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે અમે વાતચીત કરી, ત્યારે તેણે તેની એક્ટિંગ જર્ની સિવાય ઘણી રસપ્રદ વાતો શેર કરી.
ઘણા દાયકાઓથી તમે કોરિયોગ્રાફરની સફર જીવી રહ્યા છો, હવે તમને અભિનય તરફ વળીને કેવું લાગે છે?
જ્યારે મેં કોરિયોગ્રાફી ક્ષેત્રમાં પગ મૂક્યો ત્યારે મારા મનમાં અનેક પ્રશ્નો હતા. મને સફળતા મળશે કે નહીં તેવો ડર પણ હતો. અને મને ત્યારે લાગતું હતું કે, દર દસ વર્ષે મારે નવું કામ કરવું જોઈએ,નવો અભિગમ અપનાવવો જોઈએ. તેની સાથે જ હું કોરિયોગ્રાફી અને ડાન્સિંગ ચાલુ રાખવા માંગતો હતો અને અભિનય મારા મગજમાં હતો, જ્યારે હું શાળામાં હતો ત્યારે મને ત્રણ વાર સ્ટુડન્ટ ઓફ ધ યર મળ્યો હતો. કૉલેજ દરમિયાન પણ હું થિયેટર કરતો હતો. અમે મધ્યમ વર્ગના છીએ એટલે પપ્પાએ કહ્યું હતું કે હું તને પંદર વર્ષ ભણાવી શકીશ. પછીથી તારે જાતે જ અભ્યાસ કરવો પડશે. મને ડાન્સથી પૈસા મળતા હતા. તેથી મેં મારો પ્રવાસ ચાલુ રાખ્યો. અને મેં ડાન્સિંગ તરફ આગળ વધવાનું મન બનાવી લીધું. કારણ કે મારે કોઈ ગોડફાધર નથી. હવે મારી આર્થિક સ્થિતિ મજબુત બની છે એટલે હવે મારે પૈસા માટે નહીં કલા માટે જીવવું છે!
સ્ક્રીન પર દેખાવામાં માટે આટલો સમય કેમ લાગ્યો?
મેં કહ્યું તેમ, વીસ વર્ષ પહેલાં મને અભિનયની નાની તકો મળતી હતી. પણ પૈસાની અછત હતી. કારણ કે હું મધ્યમ વર્ગનો છું. મારે કોઈ ગોડફાધર નથી. આવી સ્થિતિમાં મને લાગ્યું કે, મને ડાન્સ કરવા માટે પૈસા મળી રહ્યા છે. અને મારે મારા પગ પર ઊભા રહેવું હતું. તેથી હું તે તરફ આગળ વધવા માંગતો હતો. અમે આઠ ભાઈ-બહેન છીએ, પરિવાર થોડો મોટો છે. પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હતી. તેથી મારે તે પરિસ્થિતિને સુધારવી પડી.અને પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં વીસ વર્ષ લાગ્યાં. અને હવે હું ખુશ છું કે મને અભિનય કરવાની તક મળી રહી છે.
તમે માધ્યમ વર્ગ પરિવારથી છો, અને ઘણા ઉતાર-ચઢાવ પછી આ સ્ટેજ પર પહોંચ્યા છો, શું તમારી પાસે તમારા સંઘર્ષની કોઈ યાદગાર ક્ષણ છે, જેને તમે શેર કરવા માંગો છો?
અમે કાચા મકાનમાં રહેતા હતા.અને મારા ભાઈના લગ્ન હતા. ત્યારે મને લાગ્યું કે કાચા ઘરની ઉપર નવો માળ બનાવવોછે. ત્યારબાદ જ્યારે મકાન બની રહ્યું હતું. તો બીએમસીના લોકો આવ્યા અને કહ્યું કે તમારું ઘર ગેરકાયદેસર છે. અમારે આ ઘર તોડવું પડશે. પછી મેં મારા પિતાને બીએમસીના કર્મચારીઓ સામે વિનંતી કરતા જોયા. અને ત્યારે અમારી પાસે બીએમસીનાને આપવા માટે પૈસા નહોતા. જોકે મારા માતા-પિતા પાસે પૈસા ઓછા હતા. પરંતુ સિદ્ધાંતો મક્કમ હતા. ત્યારે હું પંદર વર્ષનો હતો. તે સમયે મેં પકડી લીધું હતું કે મારે આ આર્થિક સ્થિતિને મજબૂત બનાવવી છે. અને મહેનત કરીને નવું ઘર ખરીદવું છે. પરંતુ મુંબઈ જેવા શહેરમાં ઘર ખરીદવું સરળ નથી. અમે મુશ્કેલી જોઈ છે. પણ એમાં કડવાશ નહોતી. તેણે અમને તક આપી. મારુ માનવું કજે તમારા જીવનમાં ખરાબ સમય જરૂર આવે આવશે પરંતુ તેમના હાર ન માનો. તે સંજોગો આપણને તોડી નાખે છે, પરંતુ પછીથી આપણને એક અલગ વ્યક્તિ બનાવે છે!’
તમે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું છે, તો પછી તમે કેવા પ્રકારની વાર્તાઓનો ભાગ બનવા માંગો છો?
હું ઈચ્છું છું કે મારી ફિલ્મોમાં એવું સત્ય હોવું જોઈએ. જેમ કે ગુરુ દત્ત સાહેબ ફિલ્મો બનાવતા હતા, ત્યારે ત્યાં ઘણી બધી અર્થપૂર્ણ સિનેમા બનતી હતી. આજે આવી ફિલ્મો બનતી બંધ થઈ ગઈ છે.હવે અન્ય ફિલ્મ નિર્માતાઓની જેમ અનુરાગ કશ્યપ અને અનુરાગ બાસુ પણ છે.જેઓ સારી ફિલ્મો બનાવે છે.જે અર્થ ફૂલ ફિલ્મો બનાવે છે. હું સારી વાર્તાઓનો ભાગ બનવા માંગુ છું. અને હું સુપરસ્ટાર બનવાની આશા રાખતો નથી. અને હું ક્યારેય મારા અભિનયથી દર્શકોને નિરાશ નહીં કરું! •