અખબારમાં પ્રસિદ્ઘ થયેલ સમાચાર મુજબ LCમાં વિદ્યાર્થીઓની અટક લખવી ફરજિયાત એ મુજબનો સુધારો કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચના આપી છે. ત્યારે પ્રશ્ન થાય કે અટક એ માનવીની ઓળખનો પુરાવો નથી કેટલાક રાજ્યોમાં ફક્ત નામ જ લખવામાં આવે, જાતિભેદ નાબૂદ કરવા હોય તો અટકને તિલાંજલિ આપવી પડશે . માનવીની ઓળખ અટક ઉપરથી થવાથી અનેક મુશ્કેલીઓ અનુભવવી થશે. હજુ દલિતો સાથેના ભેદભાવો માનસિક રીતે યથાવત છે. એટલે અટક જાણવાથી અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે. જો આપણે ભેદભાવ નાબૂદ કરવા હોય તો પછી અટક લખાવવાની જરૂર જણાતી નથી જ્યારે માનવીની ઓળખ અટકથી નહીં પણ નામ અને કાર્યોથી થશે. તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઇ જશે કેટલાક રાજ્યોમાં તો ફક્ત નામ જ લખવાની પ્રથા અમલમાં છે અનામતનો લાભ તમામ જાતિને આપવામા આવે છે ત્યારે અટકની જરૂર ખરી?
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.