તા૧૨ ઑક્ટોબર, ૨૦૧૧ ના રોજ દેશનાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત સમાચારો મુજબ, “૧૧ ઓક્ટોબરના દિને. અમેરિકાના 0૩ અર્થશાસ્ત્રીઓ ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એન્ચિસ્ટ અને ગુઈડો ઇમ્બન્સને ૨0૧૧ ના વર્ષનો સંયુક્ત નોબેલ પુરસ્કાર, રૉયલ સ્વિડિશ ઍકેડમી ઓફ સાયન્સ-સ્વિડન દ્વારા આપવામાં આવ્યો છે.’ અહીં એક યક્ષપ્રશ્ન એ છે કે, નોબેલ પુરસ્કાર અંગેના પૂર્વનિર્ધારિત વિષયો સિવાયના અન્ય વિષયો (અહીં અર્થશાસ્ત્રી માટે અપાતું પારિતોષિક નોબેલ પારિતોષિક’ કહી શકાય ખરું?
વિગતે વાત કરીએ તો આફ્રેડ નોબેલે ૨૭ નવેમ્બર, ૧૮૯૫ ના રોજ એક વસિયતનામું બનાવેલ. જેમાં પોતાની કુલ સંપત્તિની ૯૪% મિલકત એટલે કે 03 કરોડ, ૧૨ લાખ, ૨૫ હજાર સ્વિડિશ કોનોર (આશરે ૯0 લાખ ડૉલર) ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વશાંતિ-એ 0૫ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભાવોને પારિતોષિકો એનાયત કરવા માટે અનામત રાખેલ. આફ્રેડ નોબેલ તેના વસિયતનામા મુજબ, અર્થશાસ્ત્ર ક્ષેત્રનું પારિતોષિક આપવાનું ઠરાવ્યું જ નહોતું.
હકીકતે અર્થશાસ્ત્ર ક્ષેત્રે પારિતોષિક આપવાનો નિર્ણય ઇ. સ. ૧૯૬૮ માં બૅન્ક ઑફ સ્વિડને તેના 300 મા વાર્ષિક દિને કરેલ અને તે માટે પૂરતું ભંડોળ બૅન્ક અનામત રાખેલ. આ પારિતોષિક આપવાનું છે,ઇ. સ. ૧૯૬લ્થી શરૂ થયેલ. આ સમયે જ એવી સ્પષ્ટતા કરવામાં આવેલી કે, “અર્થશાસ્ત્ર ક્ષેત્રે આપવામાં આવતું આ પારિતોષિક, ટૅક્નિકલી “નોબેલ પારિતોષિક’ નથી. આ પારિતોષિક માટેના નાણાં નોબેલ ફાઉન્ડેશન ભંડોળમાંથી નહીં, પણ બૅન્ક ઑફ સ્વિડનના ભંડોળમાંથી વપરાય છે. પરિણામે આ પારિતોષિકનું સત્તાવાર નામ ‘બૅન્ક ઑફ સ્વિડન પ્રાઈઝ ઇન ઇકોનોમિક સાયન્સ ઇન મેમરી ઑફ આફ્રેડ નોબેલ” છે, નહીં કે “નોબેલ પ્રાઈઝ.” આ પારિતોષિક અંગે ફક્ત અર્થશાસ્ત્રીઓની જ પસંદગી કરવાની સત્તાવાર અધિકાર આ બંન્ને રૉયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સ-સ્વિડનને આપ્યો છે.”
૧૯૭૪ માં વિવેકબુદ્ધિવાદી અર્થશાસ્ત્રી નોબેલ બેંક્વેટ ફેડ્રિચ હાયેકે કહેલું કે, ‘અર્થશાસ્ત્ર વિષયમાં નોબેલ પ્રાઈઝ આપવા અંગે જો તેનો અભિપ્રાય માગવામાં આવે, તો તે વિરુદ્ધમાં મત આપશે.” ઇ.સ. 2001 માં આફ્રેડ નોબેલના ભત્રીજા (GREAT-GRANDNEPHEW) પીટર નોબેલે બૅન્ક ઑફ સ્વિડનને મૌખિક જાણ કરી હતી કે, તેમના દ્વારા અર્થશાસ્ત્ર ક્ષેત્રે અપાતાં પારિતોષિકને નોબેલ પ્રાઈઝ’ ન ગણવું.” જાણીતા સ્વિડિશ અર્થશાસ્ત્રી અને સ્વિડનના પૂર્વ નાણાંપ્રધાન ગુન્નર માયર્ડલ કે જેમને આ પારિતોષિક મળેલું તેમનો અભિપ્રાય છે કે, “અર્થશાસ્ત્ર ક્ષેત્રે આપવામાં આવતાં આ પારિતોષિકની નોબેલ પ્રાઈઝ’ તરીકેની ઓળખ રદ કરવી.
પાલ – જે. આર. વઘાસિયા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.