પાયલ ઘોષ એક એવી અભિનેત્રી જેમણે એક બંગાળી ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી, પછી પરેશ રાવલની સામે ‘પટેલ કી પંજાબી શાદી’માં તેની ભૂમિકાને કારણે ઘણી પ્રશંસા મેળવી હતી, હવે તે તેની આગામી ફિલ્મ ‘રેડ’માં પ્રખ્યાત કોમેડિયન અને અભિનેતા કૃષ્ણા અભિષેક સાથે સ્ક્રીન શેર કરતી નજરે ચડશે જેમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે જ્યારે તેમની ગુજરાતમિત્રને આપેલ ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીત કરી ત્યારે તેણે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી જેમના મુખ્ય પ્રસ્તુત છે
અમને તમારી આગામી ફિલ્મ ‘રેડ’ વિશે જણાવો અને આ ફિલ્મમાં તમે કયું પાત્ર ભજવી રહ્યા છો?
આ ફિલ્મમાં મારા ઘણા શેડ્સ છે કારણ કે હું આ ફિલ્મમાં કોલેજ ગર્લ અને હાઉસ વાઈફનો રોલ પણ કરી રહી છું, તેથી આ ફિલ્મમાં મારો રોલ ઘણો અલગ છે અને અભિનય માટે ઘણો સ્કોપ પણ મળ્યો છે!
તમારી અગાઉની ફિલ્મમાં તમે ભજવેલા પાત્ર કરતાં આ ફિલ્મનું પાત્ર કેટલું અલગ હતું અને તમારા પાત્રમાં દર્શકોને શું નવું જોવા મળશે?
મારી અગાઉની ફિલ્મમાં મારી પાસે ઘણી બધી અંગત ભૂમિકાઓ હતી, અને મેં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પરંતુ આ ફિલ્મમાં જે મારુ પાત્ર છે તે પ્રકારનું ક્યારેય પાત્ર ભજવ્યું નથી, અને હું પહેલીવાર આવું પાત્ર ભજવી રહી છું. આ ફિલ્મના પાત્ર માટે ઘણું રિસર્ચ કર્યું હતું તેથી આ ફિલ્મનું પાત્ર મારી અગાઉની ફિલ્મો કરતાં ઘણું અલગ છે!
તમે કૃષ્ણા અભિષેક સાથે પહેલીવાર સ્કિન શેર કરી રહ્યાં છો અને કહેવાય છે કે તે વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ ફની છે તેની સાથે તમારું બોન્ડિંગ કેવું હતું?
અમારું બૉન્ડિંગ ખૂબ જ સારું છે, અમે ખૂબ મજાક કરીએ છીએ અને ખબર નથી પડતી કે અમે કેવી રીતે કામ કરીએ છીએ, કેવી રીતે સમય પસાર થાય છે, અમે કેવી રીતે શૂટ કરીએ છીએ અને અમારી બોન્ડિંગ એટલી સારી છે કે અમે વધુ ટેક પણ આપતા નથી, તરત જ શૂટ થઈ જાય છે!
તમે સત્તર વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને અત્યાર સુધી ઘણા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, તમે તમારી બોલિવૂડની સફર કેવી રીતે જુઓ છો?
તે એકદમ કમ્ફર્ટેબલ છે હું એવું નહીં કહું કારણ કે ત્યાં ઘણી હરીફાઈ છે, છતાં પણ અમને ખૂબ જ આરામદાયક કામ મળ્યું છે અને પરેશ રાવલ જેવા મોટા કલાકારો સિવાય અન્ય સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી છે અને હું જે પણ ફિલ્મ કરવા ઈચ્છું છું તેમાં પ્રખ્યાત કલાકાર હોય છે તો આ સફર ખૂબ જ સારી રહી છે!
ઘણી અભિનેત્રીઓને ભ્રમ હોય છે કે તે ગોડ ફાધર વિના ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકતી નથી, શું તારો કોઈ ગોડ ફાધર છે?
મારા કોઈ ગોડ ફાધર નથી, મારે ફક્ત ફાધર જ છે (હસતાં હસતાં ) હું ભગવાનમાં ઘણો વિશ્વાસ કરું છું અને મારા આશીર્વાદ હંમેશા મારી સાથે છે, મારા કોઈ ગોડ ફાધર નથી, તેમ છતાં આ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં આટલી સ્પર્ધા છે, આ ઈન્ડસ્ટ્રીમાં કેટલા લોકો આવવાના પ્રયત્નો કરે છતાં મને સારા સ્ટાન્ડર્ડની ફિલ્મો મળે છે.
તમારા ફિલ્મી કારકિર્દી દરમિયાન સક્સેસ અને ફેલ્યોર્સ કેવી રીતે માપી છે અને તેનાથી તને શું ફર્ક પડે છે?
જેટલો મારો પ્રત્યન રહે છે તે મુજબ ક્યારેય ફેલ્યોર્સનો સામનો નથી કરવો પડ્યો, હું મારા મગજમાં ફૈલર્સ શબ્દ લાવવા નથી માંગતી, હું ફક્ત આગળ વધવા માંગુ છું, અને ક્યારેક ફિલ્મ ન ચાલે તો થોડું દુઃખ થાય છે, પછી તે. ઉદાસ પણ થઈ જવ છું
તમે એક રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલ છો, એક મહિલા તરીકે અભિનય સાથે રાજકીય જવાબદારી નિભાવવી કેટલી મુશ્કેલ છે?
હું અત્યારે બહુ એક્ટિવ નથી કારણ કે જ્યારે મને પાર્ટીમાં જોડાવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે મારી પાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું કામ છે, તેથી હું એક્ટિંગ રહી શકીશ નહીં, પરંતુ તેણે કહ્યું કે જો તમે રહો તો બાકીની મહિલાઓ પ્રેરિત થશે અને હું સામાજિક પ્રવૃત્તિમાં ઘણો વિશ્વાસ કરું છું, તેથી મેં વિચાર્યું કે હું આ પ્લેટફોર્મ દ્વારા લોકોને મદદ કરી શકું છું, તેથી હું તે વિચારીને પાર્ટીમાં જોડાય હતી પરંતુ હું અત્યારે બહુ સક્રિય નથી કારણ કે મારે મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. •