એક કહેવત છે કે ઠંડી ગઇને ગોદળા બાંધી ત્રાણી ઠંડીની સીઝનમાં કાઢેલા ગોદળા, સ્વેટર, શાલ વગેરે ધોઇને બાંધી રાખી તેની અભરાઇ પર ચડાવી દેવામાં આવે છે. તેની સામે ગરમીથી બચવા પંચા, એસી રીપેરીંગ કરીને રિપેર કરવામા આવે છે. કે જેથી ભર ઉનાળામાં આપણે તકલીફમાં ન મૂકે. દરેકના મનમા એક શંકા હોય છે. ચોમાસુ, શિળાયો સહન થાય પણ ઉનાળાની ગરમી સહન ન થાય. ગરમીમા ખોરાકમા પણ પરિવર્તન લાવવુ જોઇએ. વધુ પડતો તીખો, તળેલો પ્રદાર્થ તથા વધુ પડતા મીઠાઇ જેવી કે મિક્સ મિઠાઇ, સલામપાક, અડધિયુ ખાવુ નહી. બની શકે તો છાશ, દહીં, શીખંડ, મઠો, ઠંડાઇ, શેરડીનો રસ, નારિયેળ પાણી તથા ફ્રૂટમાં તડબૂચ તથા સીઝનમાં ચાલતી કેરીનો ઉપયોગ કરવો. ઉપરાંત બની શકે તો ઉનાળામાં ઠંડા પાણીનુ માટલું બદલી નાંખવું કે જ.થી આવા ઉનાળામાં ફ્રીઝના પાણી પીવાની નોબત ન આવે.
સુરત – મહેશ આઇ. ડોક્ટર- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જનતા દ્વારા ચૂંટાયેલા સેવકો
મહાનગરપાલિકાઓ, વિધાનસભાઓ અને લોકસભામાં લોકશાહી પધ્ધતિથી જનતા દ્વારા જનહિતમાં ચૂંટાયેલા કોર્પોરેટરો, એમ.એસ.એ. અને તમામ સાંસદો વચ્ચે જે નિમ્ન કક્ષાની ભાષામાં વ્યક્તિગત પ્રહારો થઈ રહ્યા છે જે જોઈને સુપ્રિમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જરૂરી બન્યો છે અને સુપ્રિમ કોર્ટે બંધારણ મૂલ્યોનું નૈતિકતાથી પાલન કરવાની મૌખિક સલાહ આપી છે. હવે આ તમામ નગરસેવકોએ આત્મચિંતન કરવું જરૂરી બન્યું છે. કારણકે ફરી આવનારી ચૂંટણીઓમાં જનતા સમક્ષ જવાનું છે એ કદી પણ ભૂલવું જોઈએ નહીં.
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.