Gujarat

શાળાઓમાં ૨૫ ટકા ફી રાહત આપવાનો સત્તાવાર પરિપત્ર બહાર પાડો: કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્ર

શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં સરકાર દ્વારા સ્કૂલ ફીમા ૨૫ ટકા રાહત આપવાની વારંવાર જાહેરાતો થઇ હોવા છતાં, હજુ સુધી સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો નથી. જેથી કેટલીક શાળાઓ ઉંચી વસૂલી રહી છે. રાજ્યસરકાર તાત્કાલિક શાળાઓમાં ૨૫ ટકા ફી માફીનો પરિપત્ર બહાર પાડે તે માટે કોગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા વારંવાર પ્રચાર માધ્યમો સમક્ષ ૨૫ ટકા શાળા ફીમાં રાહત આપવાની જાહેરાતો કરી ચુક્યા છે, પરંતુ આજદિન સુધી અંગેનો પરિપત્ર જાહેર થયો નથી. જેને કારણે શાળા સંચાલકો પૂરેપૂરી વસૂલવા માટે વાલી ઓ ઉપર દબાણ કરી રહ્યા છે.

શાળા સંચાલકો પુરેપુરી ફી માંગી રહ્યા છે. બીજી તરફ વાલીઓ ૨૫ ટકાની રાહતની વાત કરે છે. પરંતુ શાળા સંચાલકો તે માનવા તૈયાર નથી. આ અંગનો કોઈ પરિપત્ર થયો ન હોવાથી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ ઉભી થાય છે. જેની ગંભીર અસર બાળકો ઉપર પડી રહી છે. આથી રાજ્યસરકારે તાત્કાલિક ૨૫ ટકા ફી માફી અંગેનો પરિપત્ર પ્રસિદ્ધ કરવો જોઈએ.

Most Popular

To Top