Charchapatra

‘ઇસરોની વિરલ સિધ્ધિ’

23 ઓગસ્ટ, 2023ને દિવસે ભારતવાસીઓ માટે એક અદ્દભૂત અવિસ્મરણિય ઘટના ઘટી ઇશરો દ્વારા ચંદ્રયાન-3 14મી જુલાઇ 23ને દિવસે લોન્સ કર્યું જે સફળતાપૂર્વક 23મી ઓગસ્ટે (બુધવાર) ચંદ્રના સાઉથ પોલ પર સાંજે 6.04 વાગ્યે ઉતર્યું. 41 દિવસની આ સફર કોઇપણ ક્ષતિ વગર પાર પડી ચંદ્રના સાઉથપોલ પર રોબટ ઉતારનારો ભારત વિશ્વનો પહેલો દેશ છે. વ.પ્ર. મોદીજીએ દ.આફ્રિકાથી કહ્યું કે ‘ભારત હવે ચંદ્ર પર છે અને સફળતા સમગ્ર માનવજાતની છે.’ સાથે જ ભારતના અવકાશ સંશોધનના ઇતિહાસમાં આ એક મહત્ત્વપૂર્ણ સિધ્ધિ છે.

સૌ ભારતવાસીઓને આ સિધ્ધિ માટે અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય. પરંતુ સુરતવાસીઓ માટે તો અતિ ગૌરવપૂર્ણ ઘટના છે. કેમકે સુરતમા આવેલી લાર્સન એન ટોબ્રો કંપનીએ આ યાન માટે બુસ્ટર સેગમેન્ટ તૈયાર કર્યું હતું. સાથે હિમસન સિરામિક કું.એ. પણ ચંદ્રયાન-3 માટે વપરાયેલા કેટલાક પાર્ટસ બનાવ્યા હતા. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે ઇસરોએ આ ચંદ્રયાન-3 માટેનો પ્રોજેકટ માત્ર 365 કરોડમાં પુરો કર્યો હતો. (જે ફિલ્મ ‘આદિપુસુષ’ કરતાં પણ 100 કરોડ ઓછો છે) આ અંગે ઇસરોના ચેરમેન એસ. સોમનાથે કહ્યું હતું કે દુ:ખ અને પીડા છતાં અમે આગળ વધ્યા અને છેવટે સફળ થયાં. આ અવકાશ વિજ્ઞાનની શરૂઆથ રશિયાએ કરી હતી.

4 ઓકટોબર 1057ના રોજ સ્પુટનીક-2 દ્વારા લાયકા બામની કુતરીને અવકાશમાં મોકલી હતી. ભારતમાં ઇસરોની સ્થાપના ડો. વિક્રમ સારાભાઇની પ્રેરણાથી 15 ઓગસ્ટ 1969માં થઇ હતી. અને તેના પ્રથમ અધ્યક્ષ પણ તેઓ જ હતા. 23 ઓગસ્ટે ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડીંગ થયું તે દિવસે ડો. વિ. સારાભાઇની પુણ્યતિથિ હતી. ભારતના ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડીંગ માટે વિશ્વના ઘણા દેશોએ અભિનંદનના સંદેશ પાઠવ્યા છે. નાસા અને યુરોપીઅન સ્પેસ એજન્સીએ પણ ઇસરોને શાબાશી આપી છે. વિશ્વના અનેક ટોચના અખબારોએ પણ ઇસરોની આ સિધ્ધિની પુષ્કળ પ્રશંસા કરી છે. ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથ તથા તેમની ટીમમાં જોડાયેલા સૌ વૈજ્ઞાનિકોને આ વિરલ સિધ્ધિ બદલ લાખ-લાખ સલામ અને ખુબ-ખુબ અભિનંદન! ગર્વથી કહો કે ‘મેરા દેશ મહાન’!
સુરત- ડો. કિરીટ એન ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top