નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3 (Chandrayaan-3) ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3 એ 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. અગાઉ એજન્સીએ 12 અને 19 જુલાઈ વચ્ચેની તારીખ નક્કી કરી હતી. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે. ચંદ્રયાન-3ને શ્રી હરીકોટામાં (Shree Harikota) આવેલ સતીશ ધવન સ્પેસ સેંટરથી જીએસએલવી-એમકેથી 3 (GSLV-3) રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવશે. આ મિશનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.
જે ભુલ ચંદ્રયાન-2 દરમિયાન કરવામાં આવી હતી. તે ચંદ્રયાન-3માં કરવામાં આવશે નહીં.આ ચંદ્રયાન-3માં ISRO માત્ર લેન્ડર્સ અને રોવર જ મોકલી રહ્યું છે. જ્યારે ચંદ્રની ફરતે ચકર લગાવી રહેલા ચંદ્રયાન-2ના ઓર્બીટરથી લેન્ડર અને રોવરનો સંપર્ક જોડવામાં આવશે. આ સ્પેસક્રાફ્ટના મોટાભાગના પ્રોગ્રામ્સ પહેલેથી જ ઓટોમેટીક છે. જેમાં સેંકડો સેન્સર લગાવવામાં આવ્યા છે. જે તેના લેન્ડિંગ અને અન્ય કાર્યોમાં મદદ કરશે. આ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરમાં પાંચ થ્રોટલ ઈંજીન હતા જેમાં એકમાં ખરાબી આવવાના કારણે લેન્ડિંગ ખરાબ થયું હતું. જ્યારે આ ચંદ્રયાન-3માં માત્ર ચાર જ લેન્ડર હશે.
મળતી માહિતી મુજબ ચંદ્રયાન-2 પછી આ મિશનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ માટે મોકલવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-2 મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું. તેનું લેન્ડર ધરતીની સપાટી પર આંચકા સાથે અથડાયું, ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો. ચંદ્રયાન-3 એ જ અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-3માં લગાવવામાં આવેલા સેન્સર લેન્ડરની લેન્ડિંગ સમયે ઉંચાઈ, લેન્ડિંગની જગ્યા, સ્પિડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન -3 ચંદ્રની સપાટી પર 7KM ઉંચાઈ પરથી જ લેન્ડિંગ શરૂ થઈ જશે. 2KMની ઉંચાઈ પર આવતા આ સેન્સર એક્ટિવ થઈ જશે. જે ચંદ્રયાન-3ની લેન્ડિંગમાં મદદ રૂપ થશે.