નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના ચીફ એસ સોમનાથ (S. Somnath) આજે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1ના (Aditya L-1) પ્રક્ષેપણ સમયે તેઓ કેન્સરથી (Cancer) પીડિત હતા. ઇસરોના વડા એસ સોમનાથે આ સિવાય પોતાની બિમારી અંગે ઘણી વાતો શેર કરી હતી.
સોમનાથે એક ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે સ્કેનીંગમાં તેમને કેન્સરની જાણ થઈ હતી. તેમજ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ દરમિયાન પણ તેમને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જોકે ત્યારે કંઈ સ્પષ્ટ થયું ન હતું. પરંતુ આદિત્ય મિશનના દિવસે તેમને કેન્સર હોવાની જાણ થઇ હતી. તેમજ આ ખબરથી તેઓ અને તેમનો પરિવાર બંને પરેશાન થયા હતા.
આ સાથે જ કેન્સરના ન્યુઝથી તેમના તમામ સાથી વૈજ્ઞાનિકો પણ દુઃખી થયા હતા. પરંતુ તેમણે આ પડકારજનક વાતાવરણમાં પોતાની જાતને કાબૂમાં રાખી હતી. તેમજ પરિવાર અને ઈસરોના વૈજ્ઞાનિકોની સંભાળ લીધી હતી. લોન્ચિંગ પછી તેમણે તેમના પેટનું સ્કેન કરાવ્યું હતું. તેમજ આ સ્કેન બાદ જ તેમને કેન્સરની જાણ થઇ હતી. પરંતુ વધુ તપાસ અને સારવાર માટે તેઓ ચેન્નાઈ ગયા હતા. વધુમાં જાણવા મળ્યું કે તેમને આ રોગ વારસામાં આનુવંશિક રીતે મળ્યો હતો.
તેમજ થોડા જ દિવસોમાં કેન્સરની પુષ્ટિ થઈ હતી. કેન્સરની પુષ્ટી બાદ સોમનાથની સર્જરી કરવામાં આવી હતી. પછી તેમની કીમોથેરાપી ચાલુ રહી હતી. સોમનાથે જણાવ્યું કે આ સમાચારથી તેમનો આખો પરિવાર આઘાતમાં હતો. પણ હવે ડરવા જેવી કશી વાત નથી. સારવાર બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમજ હાલ તેમની દવાઓ ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન તેમના પરિવાર અને મિત્રોએ તેમને ઘણો સાથ આપ્યો હતો.
સોમનાથે કહ્યું કે તેઓ જાણે છે કે તેમની સારવારમાં ઘણો સમય લાગશે. તેમજ આ એક લાંબી પ્રક્રિયા છે. પરંતુ તેઓ આ યુદ્ધમાં લડશે. તેમજ ઘણી રિકવરી થઈ છે. તેઓ માત્ર ચાર દિવસ જ હોસ્પિટલમાં હતા. પછી તેઓએ ઇસરોમાં પોતાનું કામ પૂરું કર્યું હતું. તેમજ પોતાના કામ અંગે તેમણે કહ્યું, ‘કોઈ પણ જાતની પીડા વિના, મેં પાંચમા દિવસથી ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.’
સોમનાથે કહ્યું કે, ‘હું સતત મેડિકલ ચેકઅપ અને સ્કેન કરાવું છું. પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. મારું સંપૂર્ણ ધ્યાન મારા કામ અને ઈસરોના મિશન અને લોન્ચ પર છે. ઈસરોના ભવિષ્યના તમામ મિશન પૂર્ણ કર્યા પછી જ હું મરીશ.’