National

મંગલયાન-૨ મિશન એક ઓર્બિટર મિશન હશે: ઇસરો

શુક્રવારે વહેલી સવારે નાસાનું પર્સિવરન્સ રોવર મંગળ ગ્રહ પર ભૂતકાળના જીવનના ચિહ્નો શોધવા માટે મંગળની સપાટી પર ઉતર્યા બાદ હવે ઇસરોનું મંગળ ગ્રહ તરફનું આગલું મિશન ઓર્બિટર હોવાની સંભાવના છે.

નાસા દ્વારા મોકલેલા અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી અદ્યતન પર્સિવરન્સ રોવરે જેઝેરો ક્રેટર પર તેનું ઉતરાણ કર્યું હતું. નાસાના સફળ મંગળ લેન્ડિંગ મિશન પછી, ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)એ પણ ભારતના બીજા મંગળ મિશનની જાહેરાત કરી છે અને સંકેત આપ્યો છે કે આ મિશન એક ઓર્બિટર મિશન હશે.

ઇસરોના વડા કે. સિવાને જણાવ્યું હતું કે ભારતનું આ રાતા ગ્રહ માટેનું આગામી મિશન એક ઓર્બિટર મિશન હોઇ શકે છે. તેમણે અલબત્ત, આ મિશન માટે ચોક્કસ ટાઇમલાઇન આપી ન હતી પરંતુ જણાવ્યું હતું કે ભારતનું આ બીજું મંગળ મિશન ચંદ્રયાન-૩ મિશન પછી યોજાશે.

ભારતનું ચંદ્ર માટેનું ત્રીજું મિશન અથવા ચંદ્રયાન-૩ કોરોનાવાયરસપ્રેરિત લૉકડાઉનને કારણે વિલંબમાં પડ્યું છે, તે હવે ૨૦૨૨માં થઇ શકે છે. આ મિશન હેઠળ ભારત ચંદ્ર પર રોવર ઉતારવાનો હેતુ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-૨માં ચંદ્ર પર રોવરનું સફળ ઉતરાણ કરાવવામાં ભારત નિષ્ફળ રહ્યું હતું. મંગળ પર લેન્ડિંગ કરવાનું વધુ મુશ્કેલ છે એમ સિવાને કહેતા વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ ઇસરોની લેન્ડિંગ ક્ષમતા દર્શાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top