1986માં ગુમ થયેલો પાઇલટ… 2026માં કબ્ર ખોદવા પહોંચ્યું ઇઝરાયલ!
ઈરાન સાથે વધતા તણાવ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલે લેબનાનમાં એક અદ્દભૂત અને ચર્ચાસ્પદ ઓપરેશન હાથ ધર્યું છે. ઇઝરાયલી સેનાએ 40 વર્ષ પહેલા લાપતા થયેલા પોતાના ફાઇટર પાઇલટ Ron Aradના અવશેષોની શોધ માટે પૂર્વી લેબનાનના એક કબ્રસ્તાનમાં ખાસ મિશન ચલાવ્યું હતું.
રિપોર્ટ મુજબ Israel Defense Forcesની સ્પેશલ કમાન્ડો ટીમે શુક્રવારની રાત્રે લેબનાનની બેકા ઘાટીમાં આવેલા નબિશીત ગામ નજીક આ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઇઝરાયલી કમાન્ડો ચાર હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા હતા અને કબ્રસ્તાનની બહાર ઉતર્યા હતા.
સૈનિકો કબ્રસ્તાનમાં પ્રવેશ્યા બાદ એક શંકાસ્પદ કબરને ખોદવાનું શરૂ કર્યું. માનવામાં આવતું હતું કે અહીં કદાચ લાપતા પાઇલટ Ron Aradને દફનાવવામાં આવ્યા હોઈ શકે. કેટલાક સમય સુધી શોધ કામગીરી ચાલ્યા બાદ ઇઝરાયલી દળો ત્યાંથી પાછા ફરી ગયા. જોકે આ મિશનમાં તેમને કોઈ અવશેષ મળ્યા નહોતા.
રિપોર્ટ અનુસાર આ ઓપરેશન દરમિયાન લેબનાનના શક્તિશાળી સંગઠન Hezbollahના કેટલાક લડવૈયાઓએ વિરોધ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, છતાં ઇઝરાયલી સેનાએ મિશન પૂર્ણ કર્યું હતું. અધિકારીઓએ સ્વીકાર્યું કે આ અભિયાનનો એકમાત્ર ઉદ્દેશ અરાદના અવશેષોને શોધવાનો હતો.
ઉલ્લેખનીય છે કે 1986માં લેબનાન પર ચાલી રહેલા એક સૈન્ય મિશન દરમિયાન Ron Aradનું વિમાન ને જમીન દોષ કરાયું હતું. ત્યારબાદથી તેઓ લાપતા છે. માનવામાં આવે છે કે તેમને Hezbollahના લડવૈયાઓએ કેદ કર્યા હતા, પરંતુ બાદમાં તેમનું શું થયું તે અંગે સ્પષ્ટ માહિતી ક્યારેય સામે આવી નથી.
છેલ્લા ચાર દાયકાથી ઇઝરાયલ પોતાના આ લાપતા પાઇલટ વિશે કોઈ સુત્ર મળે તે માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓએ અનેક વખત માહિતી મેળવવા માટે અલગ અલગ ઓપરેશનો પણ હાથ ધર્યા છે.
સ્થાનિક લોકોમાં માન્યતા છે કે અરાદનું ઘણા વર્ષો પહેલા જ મૃત્યુ થયું હશે અને તેમને બેકા ઘાટીમાં ક્યાંક દફનાવવામાં આવ્યા હશે. જોકે હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 40 વર્ષ પછી પણ પોતાના સૈનિકને શોધવાની ઇઝરાયલની આ કોશિશ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.