World

ઇઝરાયેલી સેનાએ ગાઝાના ટેન્ટ કેમ્પ પર ભીષણ હુમલો કર્યો, 19 લોકોના મોત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તે એક શિબિર પર ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોના મોતની પુષ્ટિ કરે છે. નાગરિક સંરક્ષણ જે હમાસ સંચાલિત સરકાર હેઠળ કાર્યરત છે તેણે અગાઉ જણાવ્યું હતું કે મંગળવારે સવારે થયેલા હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા. જો કે ઈઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે આતંકીઓના સમૂહને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો.

મૃત્યુઆંક વધી શકે છે
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મંગળવારે થયેલા આ હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધી શકે છે. આરોગ્ય મંત્રાલય અને નાગરિક સંરક્ષણએ ડેટામાં વિસંગતતા પર ટિપ્પણી માટેની વિનંતીનો તરત જવાબ આપ્યો ન હતો.

ઇઝરાયેલે તાજેતરમાં મધ્ય સીરિયામાં કેટલાક વિસ્તારોને નિશાન બનાવીને હુમલાઓ કરાયા હતા જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા અને 13 ઘાયલ થયા હતા. આ હુમલાઓને કારણે ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. સીરિયન સરકારી સમાચાર એજન્સી ‘સાના’ દ્વારા આપવામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે સીરિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મધ્ય વિસ્તારમાં અનેક સ્થળોને નિશાન બનાવીને કરેલા આક્રમણનો સામનો કર્યો હતો. આ હુમલામાં હમા પ્રાંતના એક હાઈવેને નુકસાન થયું હતું અને આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top