Top News

ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: ઇરાને નાગરિકોને વોટ્સએપ ડિલીટ કરવા આદેશ કર્યો, જાણો કેમ…

ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાને તેના નાગરિકોને વોટ્સએપ અનઇન્સ્ટોલ કરવા વિનંતી કરી છે. ઈરાનના સ્ટેટ ટેલિવિઝન અનુસાર, વોટ્સએપ પર ઇઝરાયલને ડેટા મોકલવા અને યુઝર્સઓની માહિતી એકત્રિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેની સામે વોટ્સએપએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે અને યુઝર્સઓની પ્રાઈવસીનો આદર કરે છે.

ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે, ઇરાને પોતાના દેશના નાગરિકોને વોટ્સએપ અનઇન્સ્ટોલ કરવા કહ્યું છે. તા.17જૂન 2025ના રોજ મંગળવારે ઇરાનના સ્ટેટ ટેલિવિઝન દ્વારા લોકોને તેમના સ્માર્ટફોનમાંથી વોટ્સએપ દૂર કરવા કહેવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વોટ્સએપ ઇઝરાયલ માહિતી મોકલવા માટે યુઝર્સનો ડેટા એકત્રિત કર્યો છે. 
ઈરાનનું માનવું છે કે વોટ્સએપે ઈઝરાયલને ગુપ્ત માહિતી મોકલી છે. તેમજ આ માહિતીનો ઉપયોગ ઈઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદ દ્વારા કરી શકાય છે.

આરોપ પર વોટ્સએપનું નિવેદન : વોટ્સએપએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે ચિંતિત છે કે આવ ખોટા અહેવાલો તેમની સેવાઓ સામે ઊભા થાય છે. વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે વચ્ચેનો કોઈપણ સર્વિસ પ્રોવાઇડર તમારા મેસેજ વાંચી શકતો નથી.

અમે યુઝર્સના ચોક્કસ લોકેશનને ટ્રેક કરતા નથી. દરેક વ્યક્તિ કોને મેસેજ કરે છે તેનો પણ રેકોર્ડ રાખતા નથી, તેમજ એકબીજાને મોકલતા પ્રાઈવેટ મેસેજને ટ્રેક કરતા નથી. અમે કોઈપણ સરકારને જથ્થાબંધ કોઈ માહિતી પ્રદાન કરતા નથી,”

Most Popular

To Top