World

યુદ્ધવિરામ વચ્ચે ગાઝા પહોંચ્યા ઇઝરાયેલી પીએમ, હમાસના ઠેકાણાં જોયા બાદ કર્યો આ સંકલ્પ

નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) અને અસ્થાયી યુદ્ધવિરામ (Ceasfire) વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન (PM) બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu) ગાઝા પટ્ટીમાં (Gaza Strip) હમાસના કબજા હેઠળના વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓ અહીં હાજર ઈઝરાયલી દળોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ દરમિયાન તે હમાસની સુરંગોમાં પણ ગયા હતા. જ્યાં હમાસના આતંકવાદીઓએ પોતાનું ઠેકાણું બનાવ્યું હતું. IDFએ હવે ગાઝામાં હમાસના કબજામાં રહેલા વિસ્તારોને કબજે કરી લીધા છે. ઇઝરાયેલના સૈનિકો સાથેની મુલાકાત દરમિયાન પીએમ નેતન્યાહૂએ અંત સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો.

મળતી માહિતી મુજબ નેતન્યાહુએ કમાન્ડરો અને સૈનિકો પાસેથી સુરક્ષા બ્રીફિંગ મેળવી અને એક ટનલની મુલાકાત પણ લીધી હતી. નેતન્યાહૂએ કહ્યું, કે અમે અહીં ગાઝા પટ્ટીમાં અમારા બહાદુર સૈનિકો સાથે છીએ. અમે અમારા બંધકોને પાછા લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ અને અંતે અમે તે બધાને પાછા લાવીશું. “આ યુદ્ધમાં અમારા ત્રણ ધ્યેયો છે: હમાસને નષ્ટ કરવા, અમારા તમામ બંધકોને મુક્ત કરવા, અને ખાતરી કરવા માટે કે ગાઝા ફરી ક્યારેય ઇઝરાયેલ માટે ખતરો ન બને.”

ઇઝરાયેલી પીએમએ વધુમાં કહ્યું કે હું પુનરાવર્તિત કરી રહ્યો છું કે ઇઝરાયેલના લોકો માટે અમે વિજય સુધી યુદ્ધ ચાલુ રાખીશું. અમને કોઈ રોકશે નહીં. યુદ્ધમાં આપણા તમામ ધ્યેયો હાંસલ કરવા માટે બળ, શક્તિ, ઈચ્છાશક્તિ અને નિશ્ચયની જરૂર પડે છે અને તે જ આપણે કરીશું.’ અગાઉ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ અને ચીફ ઓફ સ્ટાફ હાર્ઝી હલેવીએ ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઉત્તરી ગાઝા પટ્ટીની પરિસ્થિતિ વિશે વાત કરી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે વિસ્તારનો મોટો હિસ્સો હવે ઈઝરાયેલના કબજામાં છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે 4 દિવસનો યુદ્ધવિરામ થયો છે. કતાર અને અમેરિકાની મધ્યસ્થીથી આ યુદ્ધવિરામ થયો હતો. આ કરાર હેઠળ બંધકોને બંને પક્ષેથી મુક્ત કરવામાં આવનાર છે. આ સમય દરમિયાન, ઇંધણ સહિત માનવતાવાદી સહાય પણ ગાઝા પટ્ટીમાં પ્રવેશી રહી છે.

Most Popular

To Top