World

યુદ્ધ વિરામ વચ્ચે ઈઝરાયેલના પ્રેસિડેન્ટ નેતન્યાહુનું મોટું નિવેદન, શું ગાઝામાં ફરી શરૂ થશે વોર?

નવી દિલ્હી: ગત શુક્રવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસનો યુદ્ધવિરામ થયો હતો. જે સોમવારે બે દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. આ કરાર આજે એટલેકે ગુરુવારે સવારે સમાપ્ત થયો છે. પરંતુ હમાસ (Hamas) પાસે હજી પણ મોટી સંખ્યામાં ઈઝરાયેલના (Israel) બંધકો (Hostages) છે. દરમિયાન ઈઝરાયેલના પીએમ નેતન્યાહૂ (Netanyahu) મોટું નિવેદન આપ્યુ હતું, કે યુદ્ધવિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થશે માટે તેઓ યુદ્ધની (War) તૈયારીઓ કરી રહ્યા છે.

આજે હમાસ સાથે યુદ્ધવિરામ પૂર્ણ થાય તે પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોટું નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ગાઝામાં યુદ્ધ સંપૂર્ણ રીતે સમાપ્ત થયું નથી. વિરામ બાદ યુદ્ધ ફરી શરૂ થશે. નેતન્યાહુએ વધુમાં કહ્યું કે તેમને સતત પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે શું ઈઝરાયેલ બંધકને મુક્તિ અપાવ્યા બાદ ફરી યુદ્ધ શરૂ કરશે?

આ મામલે તેમણે જવાબ આપતા કહ્યું હતુ કે તેઓ એક યોજના ઉપર કાર્ય કરી રહ્યા છે. જેના મુજબ યુદ્ધ ફરી શરૂ થશે. તેમજ હાલ તેઓ આ યુદ્ધની તૈયારીઓમાં જ વ્યસ્ત છે. હમણા સુધી એક પણ એવી લડાઇ સામે આવી નથી કે જેમાં ઇઝરાયેલે હાર સ્વીકારી હોય. તેમજ અંત સુધી મુશ્કેલીઓબો સામનો ન કર્યો હોય. ત્યારે હમાસ સાથેના આ યુદ્ધમાં પણ તેઓ અંત સુધી હાર માનવાના નથી.

નેતન્યાહુના નિવેદન બાદ હમાસના કમાંડર ઓસામા હમદાને યુદ્ધવિરામ બાદ જે કોઇ પણ પરિણામો આવે તેની તૈયારી દાખવી છે. તેમણે કહ્યું કે, તેઓએ યુદ્ધ વિરામ સમાપ્ત થયા બાદની તમામ શક્યતાઓ માટે પોતાને તૈયાર કરી લીધા છે. જો ઈઝરાયેલ તરફથી કોઈ હુમલો થશે તો તે તેનો જવાબ આપશે અને જો શાંતિ કાયમ રહેશે તો તે પણ શાંતિ રાખવામાં જ વિશ્વાસ કરે છે.

પ્રાપ્ત વિગતો મુજબ હમાસે 7 ઓક્ટોબરના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં લગભગ 1,400 લોકો માર્યા ગયા હતા અને લગભગ 40 બાળકો સહિત 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને સતત હુમલા કર્યા હતા. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં લગભગ 15 હજાર લોકોના મોત થયા હતા. ત્યાર બાદ ગત શુક્રવારે 24 નવેમ્બરે બંન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામનો કરાર કરવામાં આવ્યો હતો.

આ મામલે ગાઇકાલે એટલેકે બુધવારે ગાઝામાં હમાસે 16 લોકોને મુક્ત કર્યા હતા. જેમાં 12 ઇઝરાયેલ અને 4 થાઇલેન્ડના નાગરિકો હતા. તમામને રાત્રે 11 વાગ્યે રેડક્રોસને સોંપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંધકોને ઇજિપ્ત પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાથી તેઓ ઇઝરાયલ પહોંચ્યા હતાં. યુદ્ધવિરામ બાદ હમાસ દ્વારા કુલ 97 બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાંથી 73 ઈઝરાયેલ અને 24 અન્ય દેશોના નાગરિકો છે. તેમજ ગાઝામાં બીજા 159 બંધકો હોવાની શક્યતા છે.

Most Popular

To Top