ગુજરાત વિધાનસભાની તાજેતરમાં જ ચૂંટણી થઇ ગઇ. કહેવાતા ત્રિપાંખિયા જંગમાં પ્રચંડ બહુમતીથી ઉમેદવારોની જીત થઇ. ભાજપ અગ્રેસર રહ્યું. પ્રધાન મંડળની પણ થઇ ગઇ. 182માંથી 156 સીટ લઇ પ્રથમ હરોળમાં રહ્યું. કોંગ્રેસ ફક્ત 17 સીટમાં જ સમેટાઇ ગઇ અને 3થી વધુ સીટથી આપ પાર્ટીનો ઉદય થયો. સમગ્ર ગુજરાત કેસરિયા રંગે રંગાઇ ગયું. 27 વર્ષના શાસનનો મોદીનો જાદુ ચાલ્યો અને મતદારોએ બીજાં પાંચ વર્ષ આપ્યાં. મોદીના નામે કહેવાય છે કે પથ્થરો તર્યા. ભાજપને એમની ધારણા પ્રમાણે સીટો મળી કોઇ કોઇની હાડમારી રાખ્યા વગર ગુજરાતના મતદારોએ પ્રજાનાં કામો કરવાનો મોકો આપ્યો. અભિમાનના નશામાં જીતના ઉન્માદમાં અહમથી સંપૂર્ણ મુક્ત થઇ પ્રજાહિતનાં કામ કરવા મબલખ મતોની નવાજેશ થઇ છે. આ ઘટેલી ઘટના અચાનક નથી થઇ.
કેટલી બધી જહેમત અને મહેનત પછી મોદીના પ્રયાસો પરિશ્રમનું આ પરિણામ જોઇ શકાય છે. ગરવી ગુજરાતની અસ્મિતામાં ઓર વધારો થયો. ભવિષ્યમાં પણ થશે. ભાજપના ધુરંધરોના નેતૃત્વના ખૂબ જ ઊંડા પરિશ્રમથી ધારી સફળતા મળી છે. મોદીની આભા અને ઊર્જા બેજોડ છે. ગુજરાત રાજ્યનો વિકાસ અને પ્રગતિએ હરણફાળ ભરી જ છે. એમાં બે મત નથી. મોદી એકમાત્ર નારાથી ગુજરાત ધમધમતું રહ્યું છે. મોદી વગરનું ભાજપ આત્મનિર્ભર નથી જ જણાતું. તમામ રાજકીય વિશ્લેષકો કબૂલશે કે ગુજરાત નહીં લોક સભાની ચૂંટણી વખતે પણ મતદારો ભાજપ કરતાં મોદીને નજરમાં રાખીને મત આપે છે. કોંગ્રેસ પરિવારકેન્દ્રિત જ રહ્યું અને વીતતાં વર્ષો પછી તેઓની હાલત નહેરુ અને તે પછી ઇન્દિરા ગાંધીને તેઓની આભા અને લોખંડી મનોબળ સાથેના નેતૃત્વના લીધે જ મતો મળતા રહ્યા. પણ તે તેઓની વિદાય જરૂરી છે. કેમ કે મોદીના વિઝન અને બેસુમાર ચાહનાની હૂંફ હેઠળ પક્ષ નેતાઓ અને કાર્યકરો પણ છેલ્લાં વરસોમાં મોદીના નામથી જ તરતા રહ્યા. આ ચૂંટણી મોદીના પ્રભાવથી ધુરંધરોની બોલતી બંધ થઇ ગઇ. જો કે આપણે વિતેલા દિવસો દરમિયાન જોયું છે જ કે કોંગ્રેસમુક્તની વાતો થતી રહી અને કોંગ્રેસમુક્ત ભાજપ બન્યુ઼ં, જે મોદીના પ્રભાવથી જ શક્ય બન્યું.
– રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.