Charchapatra

ધર્મનાં નામે ધતિંગ તો નથી?

ગુજરાત માટે દેશના અન્ય રાજ્યોના મહેણાં આપણે.. વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, ગાંધીની ગુજરાત. જે હવે ગાંડી ગુજરાત બની છે. ત્યારે એની પૂરતી પુષ્ટિ થઈ જાય છે જ્યારે છાપાના પાને ગુજરાત સરકાર ગણેશ પંડાલોને મસમોટી રકમના ઈનામોની લ્હાણ કરશે! કોના બાપની દિવાળી જેવો માહોલ નથી લાગતો? જરા તો..વિચાર કરો સત્તાવાળાઓ એક તરફ વિકાસનાં નામે ચારે તરફ ગુજરાતભરમાં બેરોજગારી, મોંઘવારી, બેકારી, રોજેરોજની જાહેર સમસ્યાઓ વધતી જાય છે. ગણપતિજીના આગમનથી વિદાયનાં વરઘોડા સુધી પડતી રોડ રસ્તાઓ પરની ટ્રાફિકજામની તકલીફો વચ્ચે અંધભક્તોને પોરસ ચઢાવતા આડેધડનાં ખર્ચા એ પણ સરકારી તિજોરીમાંથી!

નાગરિકોને ધર્માંધ કરી સત્તાવાળાઓ એક કાંકરે અનેક પક્ષી મારવાની ફિરાકમાં જ રાચતા રહે છે. ત્યારે રાજ્ય અને દેશનું માથાદીઠ જાહેર દેવાનો બોજ ઘટવાને બદલે વધવા સાથે. લાંચિયા વહિવટીતંત્ર ને ભ્રષ્ટ નેતાઓના મેળાપીપણામાં દેશની જાણે પથારી ફેરવવા બેઠા છો? આપણે જો વિકસિત ભારત અને દેશની ઉગતી યુવા પેઢીના ખરેખર હિત ઈચ્છુક અને માનસિક ત્રાસથી મુક્ત કરવા ઈચ્છતા હોવ યુવાવર્ગને નમાલો ના કરવો હોય અને વધી રહેલા આપઘાતના કિસ્સાઓ અટકાવવા હશે તો સુદ્રઢ સમાજ કલ્યાણ તરફ એકમાત્ર લક્ષ્ય રાખવાની તાતી જરૂરિયાત છે.
સોનીફળિયા,સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top