World

તોશાખાના કેસમાં જેલમાંથી છોડવાના હાઈકોર્ટના આદેશ બાદ તરત જ બીજા કેસમાં ઈમરાન ખાનની ધરપકડ

નવી દિલ્હી(New Delhi): પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન (ExPrimeMinister) અને રાજકીય પક્ષ પીટીઆઈના (PTI) ચીફ ઈમરાન ખાનને (ImranKhan) તોશાખાના કેસમાં (ToshaKhana Case) મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે (Islamabad HighCourt) નીચલી કોર્ટના નિર્ણયને પલટાવી નાંખવા સાથે ઈમરાન ખાનને જેલમાંથી (Jail) મુક્ત કરવા આદેશ કર્યો છે. પીટીઆઈએ હાઈકોર્ટના નિર્ણયને આવકારવા સાથે તેને સંવિધાનની જીત ગણાવી છે.

જોકે, હાઈકોર્ટના આદેશ બાદ તરત જ ઈમરાન ખાનની એફઆઈએ દ્વારા ધરપકડ કરી લેવાઈ હતી. તેમની આ ધરપકડ સિફર કેસમાં થઈ છે. આવતીકાલે ઈમરાન ખાનને કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શહબાજ શરીફે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને અનવર ઉલ હકને કેરટેકર વડાપ્રધાન બનાવાયા છે. બલુચિસ્તાન અવામી પાર્ટીથી જોડાયેલા અનવર ઉલ હક આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી સુધી કાર્યકારી ધોરણે સરકારનું નેતૃત્વ કરશે.

પ્રધાનમંત્રી શરીફે 9 ઓગસ્ટે નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની ભલામણ કરી હતી. આવા સંજોગોમાં સંવિધાન અનુસાર આગામી ચૂંટણી 90 દિવસોમાં થઈ શકે છે.

ઈમરાન ખાનને અટક જેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તેઓ એવું ઈચ્છતા હતા કે તેમને અટકથી ખસેડી રાવલપિંડીની અદિયાલા જેલમાં લઈ જવામાં આવે. ઈમરાન ખાનના વકીલોનું કહેવું છે કે 70 વર્ષના ઈમરાન ખાન અટક જેલમાં રહેવા માંગતા નથી કારણ કે ત્યાં દિવસના સમયે માખી અને રાત્રિના સમયે મચ્છરો-કીટકોએ તેમનું જીવવું મુશ્કેલ કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ તોશાખાના કેસમાં ઈમરાન ખાનને નીચલી કોર્ટે 3 વર્ષની સજા આપી હતી. તે ઉપરાંત ચૂંટણી પંચે ઈમરાન ખાન પર 5 વર્ષનો પ્રતિબંધ લાદયો હતો, તેથી તેઓ ચૂંટણી લડી શકે નહીં. ઈમરાને તોશાખાના કેસમાં નીચલી અદાલતના ચૂકાદાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

ઈમરાને કહ્યું હતું કે, નીચલી કોર્ટના જ્જે પક્ષપાતી વલણ રાખી ભ્રષ્ટ્રાચારના કેસમાં તેમને સજા આપી હતી. તટસ્થ સુનાવણી થઈ નથી. ન્યાયપ્રક્રિયાની હાંસી ઉડાવવા સમાન ચૂકાદો છે.

તોશાખાના કેસ શું છે?
તોશાખાના પાકિસ્તાન કેબિનેટનો એક વિભાગ છે, જ્યાં અન્ય દેશોની સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને વિદેશી મહેમાનો દ્વારા ભેંટ સ્વરૂપે અપાતી ચીજવસ્તુઓને મુકવામાં આવે છે. ઈમરાન ખાન 2018માં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. તેમણે અરબ દેશોની યાત્રા દરમિયાન ત્યાંના શાસકો તરફથી કિંમતી ભેંટો મળી હતી. યુરોપીયન દેશોના રાષ્ટ્રપ્રમુખોએ પણ ભેંટો આપી હતી. આ ભેંટો ઈમરાન ખાને તોશાખાનામાં જમા કરાવી હતી, પરંતુ ત્યાર બાદ તોશાખાનામાંથી સસ્તી કિંમતમાં ખરીદી બજારમાં ઊંચી કિંમતે વેચી દીધી હતી. આ પ્રક્રિયાને તેમની સરકારે કાયદેસર મંજૂરી આપી હતી.

Most Popular

To Top