આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ (CM KEJRIWAL) એક દિવસ માટે મિશન ગુજરાત (MISSION GUJARAT) પર આવ્યાં છે. એક તરફ કેજરીવાલની ગુજરાત મુલાકાત અને બીજી તરફ પત્રકાર ઈશુદાન ગઢવી (ISHUDAN GADHVI)નું ટીવી ચેનલ માંથી રાજીનામુ વચ્ચે સર્જાયેલા માહોલથી રાજ્યના રાજકારણ (POLITICS)માં નવા બદલાવની શક્યતાઓ છે. ત્યારે ઈશુદાનના ભૂતકાળ પર પણ એક નજર નાખવી રહી.
ઈશુદાન ગઢવી મૂળ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. આમ તો પિતા ખેરાજભાઈ ગઢવી ખેડૂત હતાં પણ ઈસુદાન હાલમાં તેમની માતા પત્ની અને બે બાળકો સાથે અમદાવાદમાં સ્થાઈ થયાં છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ તેમણે દૂરદર્શનના યોજના નામના કાર્યક્રમમાં શરૂઆત કરી હતી. ત્યાર બાદ સપ્ટેમ્બર 2005માં હૈદરાબાદ ખાતે ETV ગુજરાતીમાં હાથ અજમાવ્યો અને પત્રકાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ રાજ્યમાં ગામે ગામ ચર્ચાતુ થયું. માટે જ ચર્ચા છે કે સ્થાનિક ગુજરાતી ચેનલમાં હેડ તરીકે જોડાયેલા ઈશુદાન હવે પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.
પત્રકારત્વને અલવિદા કહી રાજકારણમાં શ્રી ગણેશ કર્યા
આ સમયગાળા દરમિયાન તેમણે ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ પોલ્યુશન સહિત ડાંગના કપરાડા તાલુકામાં ગેરકાયદે વૃક્ષ છેદનના 150 કરોડના કૌભાંડનો મુદ્દાનો ઈન્વેસ્ટિગેટિવ રીપોર્ટ કર્યો હતો, અને ત્યાર બાદ સરકારે પણ આ રીપોર્ટ બાદ કૌભાંડીઓ સામે પગલાં લીધાં અને આ બે સ્ટોરીને કારણે તેમને ગુજરાતમા ઈન્વેસ્ટીગેટિવ જર્નાલિસ્ટ તરીકે પણ ઓળખ મળી હતી. 2007થી 2011 દરમિયાન તેમણે પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર હતા, 2011થી 2015 સુધીમાં ન્યૂઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટોરીમાં સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જ કામ કર્યું, ત્યાર બાદ 2015માં તેઓ VTV સ્થાનિક ગુજરાતી ચેનલના સૌથી યુવા હેડ તરીકે જોડાયા. ત્યારબાદ મહામંથન નામના ડીબેટ શોના હોસ્ટ તરીકે શરુઆત કરી અને આ શો ગુજરાતમાં લોકપ્રિય શો બની ગયો. હવે તેમણે VTVમાંથી પણ રાજીનામું આપીને પત્રકારત્વને અલવિદા કહી રાજકારણમાં શ્રી ગણેશ કર્યા છે.
તએ મને બહુ પ્રેમ આપ્યો એટલા માટે જ રાજકારણમાં ઝંપલાવ્યું : ઈશુદાન
પ્રેસ કોન્ફ્રન્સમાં કેજરીવાલ સાથે ઈશુદાને પણ પોતાની રાજનીતિ જણાવી હતી. ઈશુદાને જણાવ્યું હતું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો, મેં ક્યારે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને કામ આવી શકીએ એવો મેં હમેશા પ્રયાસ કર્યો છે. મને હમેશ હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે માટે હું બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરૂ કારણ કે કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.