સરકાર સંબંધી કઇ ઓનલાઇન સામગ્રી ખોટી છે તે પારખવા માટે સરકારે તા. 6ઠ્ઠી એપ્રિલ, 2023ના રોજ નવા નિયમો પસાર કર્યા. સરકારે રચેલા એક ‘ફેકટ એફ યુનિટ’ દ્વારા આ કામ થશે અને તે સોશ્યલ મિડીયા મંચને મંત્રણા હુકમો મોકલી આપશે. કયા સમાચાર ખોટા છે કે ગેરમાર્ગે દોરવનારા છે તેનો નિર્ણય સરકાર પોતાની મુન્સફી મુજબ કરશે. આ નિયમો સરકારને આવી સામગ્રી હઠાવી લેવા કે પગલાંનો સામનો કરવા ફરજ પાડવાની સત્તા આપે છે. ડિજિટલ સ્વાતંત્ર્ય માટેના ભારતીય સંગઠન વતી ઇન્ટરનો ફ્રીડમ ફાઉન્ડેશને કહ્યું કે ઓનલાઇન સામગ્રીની સત્યતા નક્કી કરવા માટે કોઇ પણ સરકારી એકમને આવી સત્તા આપવામાં આવે તો તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુધ્ધ છે અને પરિણામે તે ગેરબંધારણીય છે. આની વાણી સ્વાતંત્ર્ય પર ભયંકર અસર પડશે. ખાસ કરીને અખબારી પ્રકાશકો, પત્રકારો અને કર્મશીલો પર ભયંકર અસર પડશે.
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇંડિયાએ કહ્યું હતું કે અમે આ ફતવાથી ક્ષુબ્ધ થયા છીએ અને તેમાં કયાંય એવો ઉલ્લેખ નથી કે હકીકતોની ચકાસણી કરવાની સરકારની પદ્ધતિ શું છે અને જો ન્યાયમાં કંઇ ચૂક થાય તો અપીલ કરવાનો અધિકાર છે કે નહીં, તે પણ સ્પષ્ટ નથી. આ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુધ્ધ છે અને એકબીજાની સેન્સરશિપ છે. નિશાન ખાસ કરીને નાની અને સ્વતંત્ર વેબસાઇટો છે જે તાજેતરમાં ખૂબ ફૂલીફાલી છે. મુખ્ય વેબસાઇટો તો સરકારના કહ્યાનુસાર ચાલે છે. સરકાર નાની અને સ્વતંત્ર વેબસાઇટની પાછળ પડી છે તે બતાવે છે કે તેમનું કામ અસરકારક છે. એક ચોક્કસ પશ્ચાદ્ભૂ સાથે આ નવા નિયમો આવ્યા છે. છેલ્લાં થોડા વર્ષોથી ભારતે વિશ્વમાં ઇન્ટરનેટ શટડાઉન એટલે કે ઇન્ટરનેટ બંધ કરવા બાબતમાં ખાસ્સી ‘નામના’ મેળવી છે. આ શટ ડાઉનની સંખ્યા નીચે મુજબ રહી છે.
2014-6, 2015-14, 2016-31, 2017-79, 2018-134, 2019-121, 2020-109, 2021-106, 2022-84. વિશ્વમાં 2019માં કુલ 213 ઇન્ટરનેટ શટડાઉન થયા હતા તેમાંથી 56 ટકા ભારતમાં થયા હતા. ત્યાર પછીના ક્રમે આવતા વેનેઝુએલા કરતાં બાર ગણા વધુ 2020માં 155 ઇન્ટરનેટ શટ ડાઉન દુનિયામાં થયા હતા તેમાંથી 70 ટકા ભારતમાં હતા. લોકોને ટેલીમેડિસીન અને બાળકો ઓન લાઇન શિક્ષણથી વંચિત રહ્યાં હતાં.
ભારતે 17 મહિનાનો ઇન્ટરનેટ પ્રતિબંધ કાશ્મીરીઓ પર નાખ્યો હતો અને પછી દેખાવકાર ખેડૂતોને નિશાન બનાવ્યા પણ હવે તો આ બધું બહુ સામાન્ય થઇ ગયું છે. પંજાબમાં હજી તાજેતરમાં ઘણાં લોકોએ ઇન્ટરનેટબંધીનો સ્વાદ ચાખ્યો છે. અરે, બીબીસીની પંજાબી ભાષાની સેવા થોડો સમય બંધ રખાવાઇ હતી. લોકશાહીમાં વિચાર સ્વાતંત્ર્ય મૂળભૂત અધિકાર છે અને જે કંઇ બની રહ્યું છે તે લોકશાહીમાં અકુદરતી બની રહ્યું છે. વાણી સ્વાતંત્ર્ય પર રાજય તરાપ નહીં મારી શકે. રાજય નવા કાવાદાવા કરીને, ફોજદારી કાયદાનો દુરુપયોગ કરીને સતત વિરોધી સૂરને દબાવવાની કોશિશ કરે છે. જયાં આ કાવાદાવા નથી પહોંચ્યા ત્યાં ડરના માર્યા કેટલાક લોકો સાચી વાત કરતાં ફફડે છે.
ફોજદારી દાવા માત્ર રાજય જ નહીં, પણ વ્યકિતઓ પણ કરે છે જેઓ એફઆઇઆર નોંધાવે છે, અને સોશ્યલ મિડીયા તેમજ અન્ય મિડીયાનો દુરુપયોગ કરી ધિક્કાર ફેલાવે છે અને એમાં યાદી હિંસાને પ્રોત્સાહન આપે છે. જેના પર રાજય ધારે તો ય નિયંત્રણ મેળવી શકતું નથી. તેથી સાચું હોય તો પણ તે નહીં બોલીને સમસ્યા ટાળવાનું જ શ્રેષ્ઠ છે. રાજય દ્વારા દેખીતા પગલાં ખાસ કરીને ધાકધમકીભર્યાં પગલાં ટીકાકારો અને મતભેદ ધરાવનારાઓ સામે ડારણ તરીકે કામ કરે છે અને અન્યોને તે જ વાત કહેતાં રોકે છે અને કંઇ કહેવા માંગતા હોય તેમને પરિણામનો વિચાર કરી કહેતાં અટકાવે છે.
ભારતમાં મુખ્ય પ્રવાહના મિડીયાને મોટે ભાગે ડરવાની જરૂર નથી કારણ કે લાયસંસો અને જાહેરાતો માટે સરકાર પર આધાર રાખવો પડતો હોય છે. સરકારની લોકપ્રિયતા બહુમતવાદી વિચારધારા અને કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા માલિકીનો અર્થ જ એ થાય કે તે સરકારના ખોળામાં ઉત્સાહપૂર્વક બેસી ગયું છે. સોશ્યલ મિડીયાના ભારતીય વ્યવસાયકારો માનતા નથી અને તેથી માથા દુખામણો પ્રશ્ન આવે છે અને નવા માહિતી ટેકનોલોજી નિયમ પ્રમાણે તેનો ઉકેલ આવ્યો છે. 2014 પહેલાં સરકારને ટવીટર તરફથી દસ બાર નોટિસ મળતી હતી તે હવે હજારોમાં મળે છે. ફેકટ ચેકર્સ લોકોના ધિક્કાર પ્રવચન પોસ્ટ કરે ત્યારે ફેકટર ચેકર્સનું પદ જોખમમાં છે.
ભારતને જયારે એમ કહેવામાં આવે કે તે વૈશ્વિક સ્વાતંત્ર્યના માપદંડમાં નિષ્ફળ જાય છે ત્યારે તે સામાન્ય રીતે એમ કહે છે કે આ આંકડા ભેગા કરનારા પક્ષપાતી છે, અજ્ઞાની છે અથવા કોઇકના હાથા બન્યા છે. ઇમાનદારીપૂર્વક જોવામાં આવશે તો ખબર પડશે કે આંકડા સાચું બોલે છે કારણ કે રોજ સવાર પડે અને વધુ નિયંત્રણના સમાચાર આવે. ખરેખર તો આની ચર્ચા થવી જોઇએ કારણ કે નવા નિયમોથી સરકાર વધુ ગુંચવાડો પેદા કરે છે. આ સાચી લોકશાહી નથી. સરકાર પોતે જ પોતાની કામગીરીની વાત આવે ત્યારે સાચું શું અને ખોટું શું?? તે નક્કી કરશે? – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકાર સંબંધી કઇ ઓનલાઇન સામગ્રી ખોટી છે તે પારખવા માટે સરકારે તા. 6ઠ્ઠી એપ્રિલ, 2023ના રોજ નવા નિયમો પસાર કર્યા. સરકારે રચેલા એક ‘ફેકટ એફ યુનિટ’ દ્વારા આ કામ થશે અને તે સોશ્યલ મિડીયા મંચને મંત્રણા હુકમો મોકલી આપશે. કયા સમાચાર ખોટા છે કે ગેરમાર્ગે દોરવનારા છે તેનો નિર્ણય સરકાર પોતાની મુન્સફી મુજબ કરશે. આ નિયમો સરકારને આવી સામગ્રી હઠાવી લેવા કે પગલાંનો સામનો કરવા ફરજ પાડવાની સત્તા આપે છે. ડિજિટલ સ્વાતંત્ર્ય માટેના ભારતીય સંગઠન વતી ઇન્ટરનો ફ્રીડમ ફાઉન્ડેશને કહ્યું કે ઓનલાઇન સામગ્રીની સત્યતા નક્કી કરવા માટે કોઇ પણ સરકારી એકમને આવી સત્તા આપવામાં આવે તો તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુધ્ધ છે અને પરિણામે તે ગેરબંધારણીય છે. આની વાણી સ્વાતંત્ર્ય પર ભયંકર અસર પડશે. ખાસ કરીને અખબારી પ્રકાશકો, પત્રકારો અને કર્મશીલો પર ભયંકર અસર પડશે.
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇંડિયાએ કહ્યું હતું કે અમે આ ફતવાથી ક્ષુબ્ધ થયા છીએ અને તેમાં કયાંય એવો ઉલ્લેખ નથી કે હકીકતોની ચકાસણી કરવાની સરકારની પદ્ધતિ શું છે અને જો ન્યાયમાં કંઇ ચૂક થાય તો અપીલ કરવાનો અધિકાર છે કે નહીં, તે પણ સ્પષ્ટ નથી. આ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુધ્ધ છે અને એકબીજાની સેન્સરશિપ છે. નિશાન ખાસ કરીને નાની અને સ્વતંત્ર વેબસાઇટો છે જે તાજેતરમાં ખૂબ ફૂલીફાલી છે. મુખ્ય વેબસાઇટો તો સરકારના કહ્યાનુસાર ચાલે છે. સરકાર નાની અને સ્વતંત્ર વેબસાઇટની પાછળ પડી છે તે બતાવે છે કે તેમનું કામ અસરકારક છે. એક ચોક્કસ પશ્ચાદ્ભૂ સાથે આ નવા નિયમો આવ્યા છે. છેલ્લાં થોડા વર્ષોથી ભારતે વિશ્વમાં ઇન્ટરનેટ શટડાઉન એટલે કે ઇન્ટરનેટ બંધ કરવા બાબતમાં ખાસ્સી ‘નામના’ મેળવી છે. આ શટ ડાઉનની સંખ્યા નીચે મુજબ રહી છે.
2014-6, 2015-14, 2016-31, 2017-79, 2018-134, 2019-121, 2020-109, 2021-106, 2022-84. વિશ્વમાં 2019માં કુલ 213 ઇન્ટરનેટ શટડાઉન થયા હતા તેમાંથી 56 ટકા ભારતમાં થયા હતા. ત્યાર પછીના ક્રમે આવતા વેનેઝુએલા કરતાં બાર ગણા વધુ 2020માં 155 ઇન્ટરનેટ શટ ડાઉન દુનિયામાં થયા હતા તેમાંથી 70 ટકા ભારતમાં હતા. લોકોને ટેલીમેડિસીન અને બાળકો ઓન લાઇન શિક્ષણથી વંચિત રહ્યાં હતાં.
ભારતે 17 મહિનાનો ઇન્ટરનેટ પ્રતિબંધ કાશ્મીરીઓ પર નાખ્યો હતો અને પછી દેખાવકાર ખેડૂતોને નિશાન બનાવ્યા પણ હવે તો આ બધું બહુ સામાન્ય થઇ ગયું છે. પંજાબમાં હજી તાજેતરમાં ઘણાં લોકોએ ઇન્ટરનેટબંધીનો સ્વાદ ચાખ્યો છે. અરે, બીબીસીની પંજાબી ભાષાની સેવા થોડો સમય બંધ રખાવાઇ હતી. લોકશાહીમાં વિચાર સ્વાતંત્ર્ય મૂળભૂત અધિકાર છે અને જે કંઇ બની રહ્યું છે તે લોકશાહીમાં અકુદરતી બની રહ્યું છે. વાણી સ્વાતંત્ર્ય પર રાજય તરાપ નહીં મારી શકે. રાજય નવા કાવાદાવા કરીને, ફોજદારી કાયદાનો દુરુપયોગ કરીને સતત વિરોધી સૂરને દબાવવાની કોશિશ કરે છે. જયાં આ કાવાદાવા નથી પહોંચ્યા ત્યાં ડરના માર્યા કેટલાક લોકો સાચી વાત કરતાં ફફડે છે.
ફોજદારી દાવા માત્ર રાજય જ નહીં, પણ વ્યકિતઓ પણ કરે છે જેઓ એફઆઇઆર નોંધાવે છે, અને સોશ્યલ મિડીયા તેમજ અન્ય મિડીયાનો દુરુપયોગ કરી ધિક્કાર ફેલાવે છે અને એમાં યાદી હિંસાને પ્રોત્સાહન આપે છે. જેના પર રાજય ધારે તો ય નિયંત્રણ મેળવી શકતું નથી. તેથી સાચું હોય તો પણ તે નહીં બોલીને સમસ્યા ટાળવાનું જ શ્રેષ્ઠ છે. રાજય દ્વારા દેખીતા પગલાં ખાસ કરીને ધાકધમકીભર્યાં પગલાં ટીકાકારો અને મતભેદ ધરાવનારાઓ સામે ડારણ તરીકે કામ કરે છે અને અન્યોને તે જ વાત કહેતાં રોકે છે અને કંઇ કહેવા માંગતા હોય તેમને પરિણામનો વિચાર કરી કહેતાં અટકાવે છે.
ભારતમાં મુખ્ય પ્રવાહના મિડીયાને મોટે ભાગે ડરવાની જરૂર નથી કારણ કે લાયસંસો અને જાહેરાતો માટે સરકાર પર આધાર રાખવો પડતો હોય છે. સરકારની લોકપ્રિયતા બહુમતવાદી વિચારધારા અને કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા માલિકીનો અર્થ જ એ થાય કે તે સરકારના ખોળામાં ઉત્સાહપૂર્વક બેસી ગયું છે. સોશ્યલ મિડીયાના ભારતીય વ્યવસાયકારો માનતા નથી અને તેથી માથા દુખામણો પ્રશ્ન આવે છે અને નવા માહિતી ટેકનોલોજી નિયમ પ્રમાણે તેનો ઉકેલ આવ્યો છે. 2014 પહેલાં સરકારને ટવીટર તરફથી દસ બાર નોટિસ મળતી હતી તે હવે હજારોમાં મળે છે. ફેકટ ચેકર્સ લોકોના ધિક્કાર પ્રવચન પોસ્ટ કરે ત્યારે ફેકટર ચેકર્સનું પદ જોખમમાં છે.
ભારતને જયારે એમ કહેવામાં આવે કે તે વૈશ્વિક સ્વાતંત્ર્યના માપદંડમાં નિષ્ફળ જાય છે ત્યારે તે સામાન્ય રીતે એમ કહે છે કે આ આંકડા ભેગા કરનારા પક્ષપાતી છે, અજ્ઞાની છે અથવા કોઇકના હાથા બન્યા છે. ઇમાનદારીપૂર્વક જોવામાં આવશે તો ખબર પડશે કે આંકડા સાચું બોલે છે કારણ કે રોજ સવાર પડે અને વધુ નિયંત્રણના સમાચાર આવે. ખરેખર તો આની ચર્ચા થવી જોઇએ કારણ કે નવા નિયમોથી સરકાર વધુ ગુંચવાડો પેદા કરે છે. આ સાચી લોકશાહી નથી. સરકાર પોતે જ પોતાની કામગીરીની વાત આવે ત્યારે સાચું શું અને ખોટું શું?? તે નક્કી કરશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.