આજે સુરત શહેરમાં મેડીકલમાં વિવિધ ક્ષેત્રે જેમ કે એમ.ડી., એમ.બી., બી.એસ., બીફાર્મ, હોમીયોપેથીક, ઓથોપેડીક્સ, આર્યુવેદિક અમે ડેન્ટીસ્ટ વિગેરે ડોકટરોમાં અગણીત ક્લિનીકો ધરાવે છે. અહીં સમજવા જેવો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મેડીકલ એસોસીએશન દ્વારા પેશન્ટ પાસે પ્રથમવાર તપાસ કરાવવા જાય ત્યારે કેટલી ફી લેવી જોઈએ એ અંગે કોઈપણ ચોક્કસ ધારા-ધોરણ, નિયમ કે માપદંડ નથી. દરેક ડોકટરોનાં પોતાના અંગત કિલનીક ના અલગ અલગ નિતી-નિયમો હોય છે. તેઓ મન-ઈચ્છીત ફી પેશન્ટો પાસે વસૂલ કરે છે. જેમકે કોઈ જગ્યાએ નવી ફાઈલ બનાવવાના 1000/- તો અન્ય જગ્યાએ 700/-, 500/- કે પછી 300/- હોય છે. આજના મોંઘવારીના સમયમાં આ અંગે પેશન્ટોની હિતનું ધ્યાન રાખી મેડીકલ એસોસીએશનના સત્તાધીશો કન્સલ્ટીંગ ફી અંગે ચોક્કસ નિયમ બનાવે અને એ નિયમનું કડક પાલન થાય એ માટે મેડીકલ ઓફીસરોની નિમણુંક કરે જે ન્યાયલક્ષી હશે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડોકટરોની કન્સલ્ટીંગ ફીમાં કોઈ નિયમ ખરો કે નહીં?
By
Posted on