ભારત અમેરિકા સાથેના વેપાર કરારની વ્યાપક પદ્ધતિઓ પર સહમત થયું હતું ત્યાં જ સ્થિતિ ફરી બદલાઈ ગઈ છે. ૨૦ ફેબ્રુઆરીના રોજ યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના ‘લિબરેશન ડે’ ટેરિફ લાદવા માટે યુએસના ઇન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (આઈઈઈપીએ)નો ઉપયોગ ગેરબંધારણીય હતો. અપેક્ષા મુજબ, ટ્રમ્પે ચુકાદાની ટીકા કરી અને નવા ટેરિફ લાદવા માટે વિવિધ નિયમો લાગુ કર્યા છે, જે તેમણે એક જ દિવસમાં ૧૦%થી વધારીને ૧૫% કરી દીધા છે. અત્યારે ઘણી બાબતો અજ્ઞાત છે. ભારતે આ અઠવાડિયે વોશિંગ્ટન ટ્રેડ ડેલિગેશન (વેપાર પ્રતિનિધિમંડળ) મોકલવાની યોજના મોકૂફ રાખી છે, જેનું મુખ્ય કારણ હાલની અનિશ્ચિતતા છે.
ભારતીય માલસામાન પર યુએસ ટેરિફ ઘટાડીને ૧૮% કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જ્યારે ભારત પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરની યુએસ વસ્તુઓ ખરીદવા માટે સંમત થયું હતું, જેમાં ઊર્જા પુરવઠો, વિમાન અને તેના ભાગો, કિંમતી ધાતુઓ અને ટેક્નોલોજી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. યુએસ સુપ્રીમ કોર્ટે તેમના ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપ્યા પછી ટ્રમ્પે યુએસ ટ્રેડ એક્ટ ૧૯૭૪ની કલમ ૧૨૨નો ઉપયોગ કરીને પહેલા ૧૦% કામચલાઉ આયાત ટેરિફ લાદ્યો અને પછી તેને વધારીને ૧૫% કરી દીધો. અગાઉની ૧૮% ટેરિફ વાટાઘાટો ચોક્કસ લાભોના આધારે કરવામાં આવી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.
હવે, બંને પક્ષોએ તેમની વ્યૂહરચનાઓ પર પુનઃવિચાર કરવો પડશે અને અમેરિકાએ વધુ જરૂરી મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે. યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એવું લાગે છે કે, ભારતને અન્ય દેશોની જેમ, હવે મોસ્ટ-ફેવર્ડ-નેશન સ્ટેટસ રેટ (સામાન્ય રીતે આશરે ૨-૩%) ઉપરાંત ૧૫% ટેરિફનો સામનો કરવો પડશે. ભારત અને અમેરિકાનો મત છે કે તેમની વાતચીત દરેક પક્ષને નવીનતમ વિકાસ અને તેની અસરોનું મૂલ્યાંકન કરવાનો સમય મળે તે પછી જ નિર્ધારિત થવી જોઈએ.
યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વૈશ્વિક સ્તરે શું અર્થ છે?
પ્રથમ, આ ચુકાદો ટ્રમ્પ વહીવટીતંત્રની મનસ્વી રીતે ટેરિફ લાદવાની સત્તાને મર્યાદિત કરે છે – એક એવું પગલું જે વેપારના શસ્ત્રીકરણનો અંત લાવી શકે છે અને અનુમાનિત, નિયમ-આધારિત વાણિજ્યને પુનઃસ્થાપિત કરી શકે છે. બીજું, વહીવટીતંત્ર પાસે હવે દેશો પર દબાણ લાવવાના મર્યાદિત વિકલ્પો છે. દરેક નવા ટેરિફ માટે યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. ત્રીજું, ભારત સહિતના કેટલાક દેશોએ અમેરિકા સાથે કાયદેસરના વેપાર કરારો પર વાટાઘાટો કરી છે, પણ હજી સુધી હસ્તાક્ષર કર્યા નથી, ત્યારે જે દેશો સાથે મક્કમ કરારો છે તેઓ વળતરની માંગ કરી શકે છે.
ચોથું, અપેક્ષિત વિકાસ રિફંડ (પરત ચુકવણી)ને લગતો છે. ઘણા આયાતકારો ગેરકાયદે લાદવામાં આવેલા વધારાના ટેરિફના રિફંડ માટે યુએસ સરકાર પાસે દાવા કરે તેવી અપેક્ષા છે. કેટલાકે ભારત સહિતના વિવિધ દેશોના નિકાસકારોને કહ્યું છે કે, તેઓ રિફંડ તેમની સાથે વહેંચશે. નિકાસકારો, આયાતકારો અને અમેરિકન ગ્રાહકોએ ઊંચા ટેરિફનો માર સહન કર્યો છે, મુખ્યત્વે શ્રમ-સઘન ઉત્પાદનો પર જે અમેરિકા આયાત કરવા માટે બંધાયેલું છે. વિવિધ વસ્તુઓના ભાવ ઘટવાની અપેક્ષા છે.
અત્યારે અમેરિકામાં ચાલી રહેલા મોટા વિસંવાદમાં ટેરિફ એ માત્ર એક નાનો ભાગ છે. એ સાચું છે કે, ૨૦૨૪ પછી યુએસ કોંગ્રેસના બંને ગૃહોમાં રિપબ્લિકન પાસે બહુમતી છે. આનો અર્થ એ પણ થયો કે, ટ્રમ્પ માટે કાયદાકીય અવરોધો લગભગ અસ્તિત્વમાં નથી. જોકે, યુએસ સરકારે બે વાર કામકાજ બંધ કરવું પડ્યું છે. તેમના ટેરિફ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટ્રમ્પને વાગનારી પ્રથમ ગોળી છે. આ તેમને શાંત કરવાને બદલે નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણી સુધી વધુ ક્રોધિત કરશે.
જો રિપબ્લિકન પાર્ટી આ ચૂંટણીમાં થોડા મતોથી પણ હારી જશે તો તેમના હાથમાંથી કાયદાકીય બહુમતી છીનવાઈ શકે છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર ખૂબ જ નબળી સરકાર બની જવાનું જોખમ ઊભું થઈ શકે છે. ત્યાં મહાભિયોગનું જોખમ પણ છે. જોકે, રિપબ્લિકનની જીતથી ટ્રમ્પના વિરોધી કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ વધુ આક્રોશનું જોખમ ઊભું થશે. અહીં એક વાત તો કહેવી જ જોઇએ: ટેરિફ, અત્યાર સુધી અમેરિકાના જીવનધોરણના ખર્ચને ઘટાડવામાં કે મેન્યુફેક્ચરિંગને ફરીથી પાટા પર લાવવામાં સફળ થયા નથી. આથી તે ન્યાયના હિતમાં હશે કે અંતિમ નિર્ણયો અમેરિકન જનતા દ્વારા જ લેવામાં આવે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.