દિલ્હીમાં યુપીએસસીના કોચીંગ સેન્ટરમાં દુર્ઘટના બની. આજકાલ જે દુર્ઘટનાઓ બને છે તેમાં નાના બાળકો અને યુવાનોનો ભોગ વધારે લેવાય છે. આ યુપીએસના જે વિદ્યાર્થીઓ કલાસમાં કેટલી મહેનત અને કેટલી આશાઓ સાથે આવતા હશે? તેઓનાં માવતર પણ ઘણા એવા હશે કે પેટે પાટા બાંધીને છોકરાને ભણાવવા તૈયાર થયા હશે. ધારો કે આઘણી અઘરી પરીક્ષામાં છોકરાઓ પાસ થાય પછી તો એમનો રસ્તો શું આસાન છે? ખરી કસોટી તો પછી શરૂ થાય છે. સારી જગ્યાએ પોસ્ટીંગ મેળવવા માટે કેટલી ખુશામત કરવી પડે. નાણાંની કોથળી છુટ્ટી મુકવી પડે. પોસ્ટીંગ થયા પચી પણ ઘણી વખત પોતાની મરજી મુજબના નિર્ણયો નથી લઇ શકતા. ગેરકાયદેસર કામ કરાવવા માટે ઉપરથી ઘણા દબાણો આવતા હોય છે. બિલ્ડરો, જમીન માફિયાઓ ના હાથ ઘણા લાંબા હોય છે. તેઓ રાજકારણીઓ મારફતે ખોટા કામ માટે દબાણ કરે છે. જયારે આવા કૌભાંડો પકડાય છે ત્યારે કોઇ રાજકારણીનો વાળ પણ વાંકો થતો નથી. પરંતુ ફાઈલ ઉપર સહી કરનાર અધિકારી જ સકંજામાં આવે છે બધા અધિકારીઓ કંઇ પ્રમાણિક નથી હોતા. હોદ્દાનો ઉપયોગ કરીને તેઓપણ વહેતી ગંગામાં હાવ ધોઇ લેતા હોય છે. પરંતુ પ્રામાણિક માણસ ફસાઈ જાય છે. દેશમાં જે સ્વચ્છંદતા અભિયાન ચાલુ કર્યું છે તેવું બધા જ ક્ષેત્રોમાં ચાલુ કરવું જોઇએ.
સુરત – પલ્લવી ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અઢળક નાણાં અને વર્ષો ખર્ચી ભણો પછીય નોકરીની ગેરંટી છે ખરી?
By
Posted on