Charchapatra

શું લારી-ગલ્લા માટે રસ્તા પહોળા કરાવાય છે?

રસ્તાના રોકાણ પર ભલે લારી વેજની હોય કે નોનવેજની કે શાકભાજીની દરેકને સરખો જ નિયમ રોડ રસ્તાનું દબાણ જેમાં ફક્ત સાફ સફાઇ પૂરતું મર્યાદિત કેમ? રસ્તા પ્રજાના ખર્ચે પહોળા કરી રાહદારીના ઉપયોગ માટે બનાવવામાં આવે છે, તેનો ઉપયોગ શું આ માટે? આવા લારીગલ્લા પર જમવા કે ખરીદવા આવતા લોકોનો જમેલો શું ચલાવી લેવાય એમ છે? વધુ વાત એ છે કે દુકાનો પરથી ખાદ્યસામગ્રીના સેમ્પલો ફુડ કંટ્રોલ દ્વારા લેવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે. અત્યાર સુધી ક્યારેય આવા લારી-ગલ્લા પરથી સેમ્પલો લેવાયા એવું જાણવા મળ્યું નથી.

શું આ પ્રજાના આરોગ્ય માટે યોગ્ય છે? હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રીએ નિવેદનમાં જણાવ્યું છે કે લારી ગલ્લા નડતરરૂપ પ્રશ્ન જેતે નગરપાલિકાનો છે. તો પછી નગરપાલિકાને એનું કામ કરવા દો. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સ્પષ્ટતા છે કે નગરોમાં નોનવેજ ઇંડાંની લારીઓ હટાવવાનો કોઇ આદેશ કરાયો નથી અને આ અંગે મેયરને જાણ કરી દેવાય છે. આ બંને નિવેદનો શું સમજાવે છે? જો પાટીલ સાહેબના નિવેદન મુજબ લારીગલ્લાવાળાને સમર્થન મળતા ટ્રાફિક પોલીસની કામગીરી શું રહેશે? શું આ યોગ્ય નિર્ણય જણાય છે?

લાખો રૂપિયાની દુકાનો લઇન બેઠેલો દુકાનદારોની દુકાનમાં જવાનો રસ્તો રહેશે. એ લોકો પણ શા માટે રસ્તા પર ન આવે અને આમ જ ચાલશે તો રસ્તો પહોળા કરવાની કામગીરીનો કોઇ અર્થ રહેતો નથી. હાલમાં રાહદારીને મુશ્કેલી છે જ અકસ્માતોની વણઝાર ચાલુ જ છે અને તે વધશે. રહી વાત સફાઇની તો સુરતને કંટેનર ફ્રી બનાવ્યું ત્યારથી આજે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે.
સુરત     – બળવંત ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top