ઘણી સંસ્થા સાહિત્ય, કલા કે અન્ય ક્ષેત્રે યોગ્ય વ્યકિતને એવોર્ડથી નવાજવાનું યોગ્ય ગણે છે. જે સરાહનીય અને પ્રશંસનીય વાત કહેવાય. સાચી પ્રશંસા વ્યકિતને પ્રગતિના પંથે દોરી જાય છે. એક આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. પણ ક્યારેક એ એવોર્ડ નાણાં દ્વારા લેવા માટે કહેવામાં આવે છે! તો આ પ્રકારના એવોર્ડની કિંમત શું? નાણાં દ્વારા જ એવોર્ડ ખરીદવાના હોય તો ઘણી દુકાનોમાં એ શિલ્ડ મળતાં જ હોય છે ! અને વ્યકિત યોગ્યતા ધરાવતું હોય તો શા માટે એવા એવોર્ડ સ્વીકારે? અંતરાત્મા જ ડંખે ને? ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કહેવાય છે કે એવોર્ડ અમુક અભિનેતા ખરીદતા હોય છે, એ વર્તન એમને કદાચ શોભતું હશે! પણ જે ખરેખર સાહિત્ય, કળા કે અન્ય ક્ષેત્રે કાબિલ હોય એને ન જ શોભે! અને એવોર્ડ આપનાર સંસ્થા યોગ્ય સન્માન આપવા માંગતી હોય તો નાણાંની અપેક્ષા શા માટે? તમે સ્વૈચ્છિક એવોર્ડ આપવા માંગતા હોય તો એ વ્યકિતની યોગ્યતાનો ‘‘બાયોડેટા’’ સાબિતી સહિત તમે મંગાવતા જ હો છો અને તમારી આર્થિક સધ્ધરતા જાણ્યા પછી જ તમે એવોર્ડની જાહેરાત કરતાં હશો ને ? પછી શા માટે નાણાંની માંગણી? આ એવોર્ડ વેચવાનો વ્યાપાર તો નથી ને? પ્રસિધ્ધિ માટે કોઈ યોગ્ય કે અયોગ્ય વ્યકિત નાણાં ચૂકવી પણ દે પણ તેનો કોઈ અર્થ ખરો? એવોર્ડ ખરીદીને ન જ લેવાય યોગ્યતાથી જ પામવો પડે.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શું એવોર્ડ નાણાં થકી લેવાય?
By
Posted on