Entertainment

શાહરુખ ખાનની કિંગમાં બોલિવૂડનો મહાસંગમ? સૌરભ શુક્લાનો મોટો ખુલાસો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ કિંગને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ફિલ્મ અંગે દિગ્ગજ અભિનેતા Saurabh Shuklaએ એક મોટો ખુલાસો કર્યો છે, જેના કારણે ફિલ્મને લઈને ચર્ચા વધુ તેજ બની છે. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન સૌરભ શુક્લાએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં માત્ર થોડા કલાકારો નહીં પરંતુ બોલિવૂડના ઘણા મોટા નામો જોવા મળશે. તેમના કહેવા પ્રમાણે, “કિંગ ફિલ્મમાં માત્ર હું જ નહીં પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લગભગ 70% કલાકારોનો મેળાવડો આ ફિલ્મમાં જોવા મળશે. એ કયા કલાકારો છે એ માટે આ ફિલ્મ મોટા પડદે આવે એની રાહ જોવી પડશે. આ ફિલ્મનું નિર્દેશન Siddharth Anand કરી રહ્યા છે, જેમણે અગાઉ શાહરુખ ખાન સાથે બ્લોકબસ્ટર ફિલ્મ પઠાનમાં કામ કર્યું હતું. ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતાં સૌરભ શુક્લાએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેમને ખૂબ આનંદ આવ્યો હતો. તેમણે શાહરૂખ ખાનના વ્યક્તિત્વની પણ પ્રશંસા કરી અને કહ્યું કે ફિલ્મમાં તેમનું પાત્ર દર્શકો માટે યાદગાર બનશે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો અનેક મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, અરશદ વારસી, જેકી શ્રોફ, જયદીપ અહલાવત અને રાઘવ જુયાલ જેવા જાણીતા કલાકારો પણ ફિલ્મનો ભાગ બની શકે છે.

શાહરૂખ ખાન અભિનિત આ ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની સંભાવના છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ હાઇ-ઓક્ટેન એક્શન ફિલ્મમાં શાહરૂખનો અલગ અંદાજ જોવા મળશે. સુહાના ખાન માટે આ ફિલ્મ મોટા પડદા પરનું મહત્વપૂર્ણ પગલું હશે, કારણ કે તે પહેલાં તે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ “ધ આર્ચીઝ”માં જોવા મળી હતી. તેથી ફેન્સમાં આ ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે. સામાન્ય રીતે શાહરુખ ખાનની ફિલ્મોનું બજેટ પણ મોટા પ્રમાણમાં હોય છે, તેથી કિંગને પણ બોલિવૂડના સૌથી મોટા અને ભવ્ય પ્રોજેક્ટ્સમાંથી એક માનવામાં આવી રહી છે.

Most Popular

To Top