આસુરીવૃત્તિનો સ્વામી એટલે રાવણ. દર વર્ષે આપણે દશેરાના દિવસે રાવણ દહન કરીએ છીએ. અસત્ય પર સત્યનો અને આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય દિવસ એ વિજયાદશમી-દશેરો, વીરતાનો દિવસ. આ દિવસે સત્યના પ્રતીક શ્રીરામનું પૂજન અને અસત્યના પ્રતિકરૂપે રાવણનું દહન થાય છે. કહેવાયું છે કે “રાવણને દહન કરતાં પહેલાં આપણે જ રાવણનું નિર્માણ કરીએ છીએ.ત્રેતાયુગમાં શ્રીરામે અસુર રાવણનો નાશ કરી નાંખ્યો હતો તો પછી પ્રશ્ન જ નથી કે “રાવણ જીવે છે?”
પરિસ્થિતિ જોતાં પ્રતિઉત્તર હા આપવો જ પડે. રાવણમાં કૃદ્રષ્ટિ, કામ, મોહ, લોભ, ક્રોધ, મદ, મસ્તર, અહંકાર, આળસ અને દંભ જેવાં દસ આસુરી ગુણો હતા. આજે સમાજમાં રાવણદર્શન થાય છે. આસુરી તત્વોનું પ્રમાણમાં વધ-ઘટ હોઈ શકે. આનો ઉપાય છે કે આચાર-વિચારમાં સુધારો કરવામાં આવે. વિચારધારા સાથે આચરણ સુધારવાથી જ રાવણનો નાશ કરી શકાય. દશેરાપર્વ પાછળ રહેલી દ્રષ્ટિની સમજ સાથે ચાલો સત્યનું પૂજન અને અસત્યનું દહન કરીએ. સદાચારને જીવંત રાખીએ. જય શ્રીરામ!
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.