નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા અઠવાડિયે Paytm પેમેન્ટ્સ બેંકને (Payments Bank) નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બ્લૂમબર્ગના (Bloomberg) તાજેતરના રિપોર્ટ અનુસાર, પેમેન્ટ્સ બેંક ચીનની કંપનીઓ સાથે ડેટા (Data) શેર કરી રહી હતી. જો કે રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ચીન (China) સાથે કયા પ્રકારનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર દેશમાં કાર્યરત તમામ પેમેન્ટ કંપનીઓના ટ્રાન્ઝેક્શન ડેટા (Transaction data ) સ્થાનિક સર્વર પર સંગ્રહિત હોવા જોઈએ. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Paytm પેમેન્ટ્સ બેંકના કેસમાં નથી આવતું.
તો બીજી તરફ Paytm એ ડેટા લીકના દાવાને ફગાવી દીધો હતો. Paytm પેમેન્ટ્સ બેંકના પ્રવક્તાએ બ્લૂમબર્ગને જણાવ્યું કે ચીનની ફર્મ Paytm પેમેન્ટ્સ બેંકનો ડેટા લીક કરી રહ્યું હોવાનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. તેમણે વધુમાં જણાવ્યું કે Paytm પેમેન્ટ્સ બેંક સંપૂર્ણપણે સ્વદેશી બેંક છે અને તે RBIના ડેટા લોકલાઇઝેશન નિયમોનું પાલન કરે છે કંપની ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમમાં વિશ્વાસ રાખે છે અને તેને દેશમાં પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સેન્ટ્રલ બેંકે પેમેન્ટ બેંકને વ્યાપક IT ઓડિટ કરવા માટે બહારની ફર્મની નિમણૂક કરવા પણ કહ્યું હતું. RBIએ ગયા અઠવાડિયે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડમાં નવા ગ્રાહકો ઉમેરવા માટે તેની સત્તાનો ઉપયોગ કર્યો હતો. Paytm Payments Bank Ltd નવા ગ્રાહકો ત્યારે જ ઉમેરી શકાય છે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આઈટી ઓડિટર્સના રિપોર્ટની સમીક્ષા કરે અને કંપનીને આ માટે પરવાનગી આપે છે.