આજ દિન સુધી કોઇ પણ પક્ષ, પક્ષપલટા વિરોધી કાયદો સખત બનાવવા તૈયાર નથી. હાલમાં જે કાયદો છે તેની પણ અવગણના કરવામાં આવે છે. મત વટાવી કિંમત વસુલે ત્યારે જેતે સભ્યને લાગણી નહીં લક્ષ્મી જ દેખાય છે. લાગણીને લક્ષ્મી ગણીને ગણે છે, ઓછી જણાપતો લડે છે માણસ બરાબર નથી. ભાજપ પક્ષ આવા ઉમેદવારોથી ઉભરાઇ રહ્યો છે. તો વિચાર એ આવે છે કે આવી કિંમત ચુકવવા આટલા બધા નાણા આવે છે ક્યાંથી? અને આપે છે કોણ? હાર્દિક પટેલ જાહેરમાં બોલ્યા કે ભાજપ પોતાના પક્ષમાં જોડાવા. અમુક કરોડ રૂપિયા આપવા તૈયાર છે અને ભાજપમાં જોડાય ગયો. વહાણ મર્યદાથી વધારે વ્યક્તિઓથી ભારાય જાય. ત્યારે વહાણ ડૂબતું હોય છે. જ્યારે ચૂંટણીની ટિકિટ માટે ઉમેદવાર નક્કી કરવાની મથામણ શરૂ થશે ત્યારે ટિકીટ ન મળેલ વહાણના મુસાફરો જલદી જલદી કૂદી અન્ય પક્ષમાં ભળશે અને એવુ થશે જ. કેમકે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.
અમરોલી – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
છે ખરી પ્રજાના મતની કિંમત?
By
Posted on