Charchapatra

પેન્સન બંધ કરાવવામાં ય આવી હાલાકી ?

એક બહેનના પતિશ્રી પી ડબલ્યુ ડી માં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા, અને ઈ.સ. 1977માં તેમનું અવસાન થયેલું. ત્યારબાદ સરકારી નિયમોને આધિન અને રહેમરાહે એ બહેન ભણેલા હોવાથી સરકારે તેમને તેજ ખાતામાં નોકરી આપી અને સાથે ફેમીલી પેન્સન પણ આપવાનું શરૂ કર્યુ. ઈ.સ. 1994માં એ બહેન પણ નિવૃત્ત થયા અને તેમને તેમની નોકરી અંગેનું પેન્સન પણ મળવું શરૂ થયું. હવે તાજેતરમાં એ બહેન પોતે પોતાની જૈફ વયને કારણે 86 વર્ષની વયે અવસાન પામ્યા. તેમની દીકરીએ પોતાની મમ્મીને મળતા બંને પેન્સન બંધ કરવા મમ્મીના મૃત્યુના અધિકૃત પ્રમાણપત્ર સાથે વડોદરાની ઓફીસમાં અને ટ્રેઝરી ઓફીસમાં અરજી આપી. હવે આ બંને પેન્સન બંધ કરવા માટે ખાતાકિય પ્રણાલીકા પ્રમાણે 1977માં અવસાન પામેલ એમના પતિના મૃત્યુનું પણ પ્રમાણપત્ર માંગવામાં આવે છે. સરકારે કોઈ પૈસા આપવાના હોય અને જુના પોપડા ઉખેડે તે તો કદાચ સ્વીકૃત થાય પણ પેન્સન બંધ કરાવવા માટે આ દીકરી માટે પિતાનો મરણ દાખલો અમદાવાદથી લેવો અત્યંત દુષ્કર જ નહીં પણ અશક્ય જ છે. કોઈ તજજ્ઞ સરકારી અધિકારી રસ્તો બતાવશે ?
સુરત     – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top