Feature Stories

ઈઝ ઈટ એન આઇસ્ક્રીમ? ઇઝ ઈટ અ ડઝર્ટ? નો, ઇટ્સ ફ્રોઝન યોગર્ટ!!…

સુપરમેન મુવી સિરીઝનો પ્રખ્યાત ડાયલોગ યાદ જ હશે, “ઈઝ ઈટ અ બર્ડ? ઇઝ ઈટ અ પ્લેન? નો, ઇટ્સ સુપરમેન!!… પણ હવે સુરતીઓને ઘેલુ લગાડનાર આ નવા પ્રકારની મીઠી વાનગી જોઇ આ ઉદગાર નીકળતો હશે કે, “ઈઝ ઈટ એન આઇસ્ક્રીમ? ઇઝ ઈટ અ ડઝર્ટ? નો, ઇટ્સ ફ્રોઝન યોગર્ટ”!!… જમ્યા બાદ દરેકને કાંઈક મીઠી વસ્તુ ખાવા જોઈએ. જો ઘરમાં ચોકલેટ, આઈસ્ક્રીમ કે પછી મીઠાઈ નહીં હોય તો મીઠું ખાવાના શોખીન દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાય છે. સુરતીઓ ઘણા ભાગે જમ્યા પછી આઇસ્ક્રીમ પાલર્સ પર જોવા મળે છે. આજકાલ નવીનતા શોધતા સુરતીઝ ફ્રોઝન ડેઝર્ટસ તરફ વળ્યા છે. આઈસ્ક્રીમ, ફ્રોઝન યોગર્ટ, ફ્રોઝન કસ્ટર્ડ અને ફ્રોઝન ફ્રૂટ બોમ્બઝ દેખાય તો એક જેવા હોય છે પણ તેમનામાં ફર્ક છે. સુરતીઓના ખાવાના શોખને તો આખુ જગ જાણે છે. સુરતીઓ આઈસ્ક્રીમના પણ દીવાના છે. પણ જે લોકો આઈસ્ક્રીમ કરતા પણ ઠંડો અને ડિફરન્ટ ટાઇપનો હટકે સ્વાદ મેળવવા માંગે છે તેઓ આ નવા ફ્રોઝન યોગર્ટ અને ફ્રોઝન ફ્રૂટ બોમ્બઝના સ્વાદ તરફ વળી રહ્યા છે. ફોઝન યોગર્ટ ખાટું મીઠું અને ક્રીમી હોય છે. જ્યારે ફ્રોઝન ફ્રૂટ બૉમ્બઝનું નામ જ કેટલું ધમાકેદાર લાગે છે ને! એનો સ્વાદ પણ જીભને ઠંડો અને સિસકારા નીકળી જાય એવો ચટાકેદાર લાગે છે. જે લોકો ફળ ખાવાનું વધુ પસંદ કરે છે અને જે લોકો આરોગ્ય પ્રત્યે સજાગ રહે છે તેઓ ફ્રોઝન ફ્રૂટ બોમ્બઝ અને ફ્રોઝન યોગર્ટનો સ્વાદ બેફિકર બનીને માણી રહ્યા છે. આ સ્વાદ સુરતીઓને શહેરના વેસુ અને અન્ય વિસ્તારમાં મળી રહ્યો છે.

વેટ લોસ અને વેટ ગેન માટે ફ્રોઝન યોગર્ટ: અભિષેક ગુપ્તા
વેસુ વિસ્તારમાં ફ્રોઝન યોગર્ટ આઉટલેટના સંચાલક અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, હેલ્થ પ્રત્યે સજાગ લોકો કે જે વેટ લોસ કે વેટ ગેન કરવા માંગે છે તે ફ્રોઝન યોગર્ટના ક્રેઝી બની રહ્યા છે. ફ્રોઝન યોગર્ટ ફેટ ફ્રી હોય છે. આ ફ્રોઝન યોગર્ટ બેરીઝ જેમકે બ્લેક બેરી, બ્લ્યુ બેરી, રાસબરી, સ્ટ્રોબેરી, વોટરમેલન, મેંગો, કિવી, રેડ વેલ્વેટ, આઇરીશ કોફી, ચારકોલ, હેઝલનટ વેગેર સ્વાદનું બને છે. ફ્રોઝન યોગર્ટ માઈનસ 18 ડિગ્રી ટેમ્પરેચરમાં તૈયાર થાય છે. તે સુગર ફ્રી પણ બને છે. હમણાં વરસાદી સિઝન પિક માં છે છતાં જેમને ફ્રોઝન યોગર્ટનો સ્વાદ દાઠે વળગ્યો છે તે લોકો વરસાદી હેલી થી ઠંડા બનેલાં વાતાવરણમાં પણ ફ્રોઝન યોગર્ટનો સ્વાદ માણી રહ્યાા છે.

આમલી ફ્રૂટ બોમ્બઝ મહિલાઓની પસંદ: વિવેક અજમેર
વેસુ વિસ્તારમાં જ ફ્રોઝન ફ્રૂટ બોમ્બઝના એક આઉટલેટના સંચાલક વિવેક અજમેરાએ કહ્યુ કે, આઈસ્ક્રીમમાં દૂધ હોય છે જ્યારે ફ્રૂટ બોમ્બઝમાં દૂધ નથી હોતું તે વોટર બેઝડ છે. જામ્બુ, લીચી, કિવી, તરબૂજ, પાઈનેપલ, દાઢમ, આમલી, સીતાફળ, કેરી, કેસર, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, ચીકુ આ ફ્રુટના ફ્રોઝન ફ્રૂટ બોમ્બઝ મળે છે. તેનો સ્વાદ લો તો એવું જ લાગે છે કે તમે ફ્રૂટ ખાઈ રહ્યા છો. મહિલાઓ ખાટા ફળ ખાવાની ક્રેઝી હોય છે. તેમાં પણ આમલીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ફ્રોઝન ફ્રૂટ બોમ્બઝમાં પણ મહિલાઓને આમલીનો ટેસ્ટ વધારે ગમે છે. જાણે એવું લાગે કે તમે આમલી જ ખાઇ રહ્યાા છો. હેલ્થ પ્રત્યે સજાગ લોકો માટે જામ્બુ અને કેસર સુગર ફ્રી ફ્રૂટ બોમ્બઝ મુકવામાં આવ્યા છે.

પાચનતંત્ર માટે ખાસ્સુ હેલ્ધી: અવિનાશ ડોલવાની
વેસુ વિસ્તારમાં જ ફ્રોઝન યોગર્ટના એક આઉટલેટના સંચાલક અવિનાશ ડોલવાનીએ જણાવ્યું કે, ફ્રોઝન યોગર્ટ પાચનતંત્ર માટે ખાસ્સુ હેલ્ધી છે. સુરતમાં ફ્રોઝન યોગર્ટ ખાવાના શોખીનોની સંખ્યા વધી રહી છે. તે પ્રોબાયોટિક છે. 100 ગ્રામ યોગર્ટમાં 6 ગ્રામ પ્રોટીન મળે છે. તેઓ બ્લ્યુ બેરી, સ્ટ્રોબેરી, ગ્રીન એપલ અને અન્ય ફ્રૂટના ઘણાં ફ્લેવર ફ્રોઝન યોગર્ટના શોખીનો ને આપે છે. જે લોકો જિમ જાય છે યોગામાં જાય છે તેમને પણ ફ્રોઝન યોગર્ટનો સ્વાદ ગમી રહ્યો છે.

Most Popular

To Top