Entertainment

શું દિપીકા પદૂકોણ પ્રેગનેન્ટ છે? બાફટા એવોર્ડમાં સાડી પહેરીને આવેલી દિપીકાની આ હરકતને લીધે ઉઠી ચર્ચા

મુંબઈ: શું દિપીકા પાદુકોણ (DeepikaPadukonePregnant) ગર્ભવતી છે? ‘ફાઇટર’ ફિલ્મની અભિનેત્રી દિપીકા પાદુકોણની પ્રેગ્નન્સીના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે. દિપીકાના રણવીર સિંહ (RanveerSingh) સાથેના લગ્નને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને હવે દરેક લોકો સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં અભિનેત્રીએ બાફ્ટા એવોર્ડ (BAFTAAward) સમારોહમાં પ્રેઝન્ટર તરીકે ભાગ લીધો હતો. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ બંને પેરેન્ટ્સ બનવાના છે.

બોલિવૂડનું (Bollywood) પાવર કપલ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં જ તેમના પહેલા બાળકનું વેલકમ કરવા જઈ રહ્યા છે. દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે ભલે આ સમાચારની પુષ્ટિ ન કરી હોય પરંતુ તેમના નજીકના લોકોએ તેમની ગર્ભાવસ્થાના સમાચારની પુષ્ટિ કરી છે.

પાદુકોણની પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે તેના નજીકના એક મિત્રએ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં દિપીકાની પ્રેગ્નન્સીના સમાચારને સમર્થન આપ્યું છે. તે મિત્રએ દાવો કર્યો છે કે દિપીકાની પ્રેગ્નન્સીને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ સમાચાર પછી તાજેતરમાં લંડનમાં આયોજિત 77માં બાફ્ટા સમારોહ દરમિયાન લોકોનું ધ્યાન તેની સાડી પર ગયું હતું.

બાફ્ટા સેરેમનીમાં દીપિકા સાડી પહેરીને પહોંચી હતી
ખરેખર પોતાના વેસ્ટર્ન લુકમાં અવારનવાર ચાહકોને આકર્ષિત કરતી દિપીકા પાદુકોણે બાફ્ટા સેરેમનીમાં ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી ચમકદાર સાડી પહેરી હતી. સમારોહ દરમિયાન લેવામાં આવેલી દિપીકાની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. આ સમયગાળા દરમિયાન તે ઘણી વખત તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળી હતી. આ સમાચારમાં કેટલું સત્ય છે તે તો બંને સ્ટાર્સની ઓફિશિયલ જાહેરાત બાદ જ ખબર પડશે.

રણવીરને બાળકો ખૂબ પસંદ છે
તમને જણાવી દઈએ કે લગભગ 2 મહિના પહેલા દિપીકાએ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેની માતા બનવાની કોઈ યોજના છે. તેના પર દિપીકાએ કહ્યું હતું કે, ‘અલબત્ત, રણવીર અને હું બાળકોને પ્રેમ કરીએ છીએ. અમે બંને એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમે અમારા પરિવારની શરૂઆત કરીશું.

Most Popular

To Top