Sports

IPL 2024: MIમાં આવવા હાર્દિકે મૂકી હતી ‘કેપ્ટન્સી’ની શરત, રોહિતને વર્લ્ડ કપ દરમિયાન જ…

નવી દિલ્હી: ઇન્ડિયવ પ્રીમિયર લીગ 2024 (IPL 2024) માટે મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) શુક્રવારે મોટો નિર્ણય લીધો અને ટીમની કમાન (Captain) હાર્દિક પંડ્યાને (Hardik Pandya) સોંપી દીધી. રોહિત શર્માનો (Rohit Sharma) કેપ્ટન તરીકેનો 10 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. 2013માં હિટમેનને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, હાર્દિક આગામી સિઝનમાં કેપ્ટન્સી કરતો જોવા મળશે. હવે આ નિર્ણયને લઈને તમામ પ્રકારની વાતો સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ ગુજરાત ટાઈટન્સના પૂર્વ કેપ્ટને મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવા માટે ફ્રેન્ચાઈઝીના માલિક સમક્ષ ઘણી શરતો મૂકી હતી. આમાંની એક શરત કેપ્ટનશિપની હતી. એટલું જ નહીં, ફ્રેન્ચાઇઝીએ કેપ્ટન રોહિતને પણ વર્લ્ડ કપ દરમિયાન આ વિશે જાણ કરી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શું ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં હાર પાછળ આ પણ કોઈ કારણ હોઈ શકે છે?

શુક્રવારે મુંબઈએ જાહેરાત કરી હતી કે ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિતની જગ્યાએ હાર્દિક આગામી સિઝનમાં કેપ્ટન બનશે. હિટમેન આગામી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં રમતા જોવા મળશે, જેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. 2015માં, હાર્દિકે રોહિતની કપ્તાની હેઠળ આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને તેણે તેની કારકિર્દી બદલી નાખી. અહેવાલો અનુસાર, કોન્ટ્રાક્ટ પર ચર્ચા કરતા પહેલા જ હાર્દિકે મુંબઈ ફ્રેન્ચાઈઝીના માલિકને જાણ કરી હતી કે જો તે પુનરાગમન કરે છે તો તેને ટીમની કેપ્ટનશીપ આપવામાં આવે.

જો કે આ વિશે રોહિતને વર્લ્ડ કપ દરમિયાન જ જાણ કરવામાં આવી હતી કે આગામી સિઝન પહેલા તેને કેપ્ટનશિપ પરથી હટાવી દેવામાં આવશે. વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક રોહિતના ડેપ્યુટીની ભૂમિકામાં હતો. તેને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામેની ત્રીજી મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

IPL 2024 એ કેપ્ટન તરીકે હાર્દિકનું ત્રીજું વર્ષ હશે. તેને 2022માં મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પછી તત્કાલીન નવી ટીમ ગુજરાત ટાઇટન્સે તેને કેપ્ટન તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 2022માં તેની કેપ્ટનશિપમાં તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી. ગુજરાતની ટીમ 2023 IPLમાં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ટાઇટલ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે હારી ગઇ હતી.

Most Popular

To Top