Sports

આજથી IPLનો પ્રારંભ : ધોની વિરૂદ્ધ હાર્દિકની મેચમાં બંને ટીમને આ ચિંતા

અમદાવાદ : આવતીકાલે શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) જ્યારે ડિફેન્ડીંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ટાઇટલ જીતવાના એક દાવેદાર એવા ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની પ્રથમ મેચ રમાશે ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની નેતૃત્વ ક્ષમતા સામે કેપ્ટન તરીકે પા પા પગલી ભરી રહેલા હાર્દિક પંડ્યાની નેતૃત્વ ક્ષમતાની કસોટી થશે, જો કે આવતીકાલની મેચમાં હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગીલ, સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં માહેર રાશિદ ખાન અને હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતા સામે અનુભવી ધોનીની નેતૃત્વ ક્ષમતાની પણ કસોટી થવાની પણ સંભાવના છે.

શુક્રવારે 16મી સિઝનની શરૂઆત સાથે આ વખતની આઇપીએલ એક અલગ રોમાંચ લઇને શરૂ થશે, જેમાં ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણો અસરકારક બની રહેવાની સંભાવના છે. જો કે એવું માનવામાં આવે છે કે શરૂઆતની કેટલીક મેચોમાં બંને ટીમો આ નિયમનો નહીવત જેવો ઉપયોગ કરી શકે છે. એક તરફ ગુજરાત ટાઇટન્સ માટે પહેલી મેચમાં ડેવિડ મિલર ગેરહાજર રહેવાનો છે, ત્યારે મિડલ ઓર્ડરની જવાબદારી રાહુલ તેવટિયા પર આવી જશે, તેમની પાસે કેન વિલિયમ્સન છે, જો કે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેના પર પણ બધાની નજર રહેશે.

સીએસકે વતી પહેલી મેચમાં વિદેશી ખેલાડી તરીકે ડેવોન કોનવે, બેન સ્ટોક્સ અને મોઇન અલીનો સમાવેશ નક્કી માનવામાં આવે છે, તેની સાથે રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ અને ધોની હશે, તો સાથે જ દીપક ચાહર અને સીમરજીત સિંહ ઝડપી બોલર તરીકે હાજરી પુરાવશે. આ સિવાય ધોની મહેશ તિક્શાના કે પછી મથીસા પથિરાનાનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવાનું રહેશે.

ધોની જરૂર પડ્યે પોતાને ઈમ્પેક્ટ પ્લેયર બનાવી શકે
ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને તેના કારણે તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને રહી હતી, જો કે તે છતાં ધોનીની કેપ્ટનશિપ સામે કોઇ સવાલ ઊભા થઇ શકે તેમ નથી. આ વખતે
ઈમ્પેક્ટ પ્લેયર રૂલના કારણે મેચમાં 12 ખેલાડીઓ રમશે. આવા સમયે પોતાના સંસાધનોનો ખૂબ જ સમજી-વિચારીને ઉપયોગ કરતો ધોની જરૂર પડ્યે પોતાને ઇમ્પેક્ટ પ્લેસર બનાવી શકે છે.

Most Popular

To Top