બેંગલોરઃ IPL-2022ની સીઝન માટે બેંગલોરમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. ઓક્શનનો આજે બીજો દિવસ છે. આજે અનેક મોટા ખેલાડીઓ ઓક્શનમાં ઉતરવાના છે. 10 બિડિંગ ફ્રેન્ચાઇઝીએ અત્યાર સુધીમાં 81 ખેલાડીઓને ખરીદ્યા છે. તેમાંથી અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન છે, જેને મુંબઈએ પહેલા દિવસે 15.25 કરોડમાં ખરીદ્યો હતો. આજે 10 ટીમો લગભગ 143 ખેલાડીઓ માટે બોલી લગાવતા જોવા મળશે.
મળતી માહિતી મુજબ શિવમ દુબેને ચેન્નઈ સુપર કિંગ્સે 4 કરોડમાં ખરીદી લીધો છે આ સાથે આફ્રિકાના યુવા બોલર માર્કો જેસનને સનરાઇઝર્સ હૈદરાબાદે 4.20 કરોડમાં ખરીદ્યો, વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ઓડીન સ્મિથ ઉપર થયો રૂપિયાનો વરસાદ 6 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે ખરીદ્યો, ઓલરાઉન્ડર વિજય શંકર 1.40 કરોડમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો, જયંત યાદવને ગુજરાત ટાઈટન્સે 1.70 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો, ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર જિમી નીશમ અનસોલ્ડ, પંજાબ કિંગ્સે 11.50 કરોડ રૂપિયામાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદ્યો, મનદીપ સિંહને એક કરોડ 10 લાખમાં દિલ્હીએ ખરીદ્યો. આ ઉપરાંત અજિંક્ય રહાણેને મળી નવી ટીમ, કોલકત્તાએ તેને એક કરોડમાં ખરીદ્યો તેમજ એડન માર્કરમને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હોવાની માહિતી મળી આવી છે.
આજની હરાજીમાં આ ખેલાડીઓ પર રહેશે સૌ કોઈની નજર
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે, એસ શ્રીસંત, પીયૂષ ચાવલા, જયંત યાદવ, જયદેવ ઉનડકટ, ચેતેશ્વર પૂજારા, શિવમ દુબે, વિજય શંકર, હનુમા વિહારી, મુરલી વિજય, યશ ધૂલ અને અર્જુન તેંડુલકર ઉપર સૌ કોઈ પોતાની નજર ટકાવી રાખશે.
વિદેશના ખેલાડીઓમાં જોફ્રા આર્ચર, ડેવિડ મલાન, સાકિબ મહમૂદ, એરોન ફિન્ચ, ઓન મોર્ગન, જીમી નીશમ, ટિમ સાઉથી, કોલિમ મુનરો, માર્નસ લાબુશેન, લિયામ લિવિંગસ્ટોન, ઓડિન સ્મિથ, ડેવોન કોનવે, માર્ટિન ગુપ્ટિલ, ફેબિયન એલન, લુંગી એનગિડી ઉપર સૌ કોઈની નજર રહેશે.