National

લોકલ ટ્રેનમાં શરૂ કરાઈ ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ ઈન્ફોટેનમેન્ટ સેવા, ઈન્ટરનેટ વગર જ માણી શકશે આ સુવિધા તેમજ નહિ ચૂકવવો પડશે કોઈ એકસ્ટ્રા ચાર્જ

નવી દિલ્હી(New Delhi): લોકલ ટ્રેનમાં (Local Train) મુસાફરી કરનારાઓ માટે આવ્યા સારા સમાચાર (Good News) છે. મુંબઈની (Mumbai) ઉપનગરીય લોકલ ટ્રેનના મુસાફરો હવે તેમની મુસાફરી દરમિયાન ફિલ્મો, ટીવી શો અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોનો નિ:શુલ્ક આનંદ મેળવી શકશે. મધ્ય રેલવેએ આ માટે ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ ઈન્ફોટેનમેન્ટ સેવા શરૂ કરી છે. રેલ્વેએ માહિતી આપી હતી કે સેન્ટ્રલ રેલ્વેએ સુગરબોક્સ નેટવર્ક (Sugerbox Network) મોબાઈલ એપ દ્વારા ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ ઈન્ફોટેનમેન્ટ સેવા પૂરી પાડવા માટે મેસર્સ માર્ગો નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડ સાથે પોતાનું જોડાણ કર્યું છે.

  • મુસાફરીમાં મનપસંદ મૂવી અને ટીવી શો જોઈ શકાશે
  • 165 ઉપનગરીય લોકલ ટ્રેનમાંથી 10 ટ્રેનોમાં આ સેવાને શરૂ કરવામાટેની લીલી ઝંડી મળી

મુંબઈ જેવાં શહેરમાં લાખોલોકો દિવસભર મુસાફરી કરતાં હોય છે. મુસાફરી દરમ્યાન તેઓના આનંદ માટે મનોરંજનની આ સુવિધા આપવા માટે ઈન્ફોટેનમેન્ટની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા મોજ-મસ્તી સાથે તેમની લાંબી મુસાફરીનો આનંદ માણી શકશે.
મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમારે 165 ઉપનગરીય લોકલ ટ્રેનમાંથી 10 ટ્રેનોમાં આ સેવાને શરૂ કરવામાટેની લીલી ઝંડી આપી દીધી છે.

રેલ્વેએ જણાવ્યું હતું કે મુસાફરોએ તેઓના મોબાઇલ, લેપટોપ અથવા ટેબ્લેટ વગેરે પરથી સુગર બોક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જે પછી તેઓ મફત ઇન્ફોટેનમેન્ટ સામગ્રીને ઍક્સેસ કરતા પહેલા તેમનો મોબાઇલ નંબર દાખલ કરવા પર એક OTP આવશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે નહીં અને લોકોએ ડેટા વપરાશ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. મુસાફરોએ ગુગલ પ્લેસ્ટોર અથવા એપસ્ટોર પરથી સુગર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને તેને તેમના મોબાઈલ ફોન નંબર સાથે રજીસ્ટર કરવાનું રહેશે. તેમના ફોનમાં (OTP) આવ્યા પછી તેને સાથે કનેકટ કર્યા બાદ તેઓ પ્લેટફોર્મ પરની સામગ્રીને ઍક્સેસ કરી શકે છે.

Most Popular

To Top