Sports

IPL 2023: શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સમાંથી અલગ થઈને ચેન્નાઈ કિંગ્સમાં રવીન્દ્ર જાડેજાની જગ્યા લેશે?

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની (IPL) છેલ્લી સીઝનમાં (Last season) ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) ટાઇટલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમ આઈપીએલમાં પ્રથમ વખત લીગ રમી રહી હતી. હાર્દિક પંડ્યાની (Hardik Pandya) કપ્તાનીમાં નબળી ગણાતી આ ટીમ મોટી ટીમોને હરાવીને ચેમ્પિયન બની હતી. તેની જીતમાં ઓપનર શુભમન ગિલે (Shubman Gile) મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે ગિલ ફ્રેન્ચાઇઝી છોડી શકે છે.

ગુજરાત ટાઇટન્સે ટ્વિટમાં લખ્યું હતું કે, ”તે એક યાદગાર પ્રવાસ રહ્યો છે
વાસ્તવમાં, શનિવાર તા. 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ટાઇટન્સે એક ટ્વિટ કર્યું હતું ત્યાર બાદ ચર્ચા શરૂ થઈ કે ગિલ ટીમ છોડવા જઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સે ટ્વિટમાં લખ્યું હતું કે, ”તે એક યાદગાર પ્રવાસ રહ્યો છે. શુભમન ગિલ, અમે તમને તમારા આગામી પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ!”

ગિલે પણ ટ્વિટનો જવાબ આપ્યો. તેણે હાર્ટ અને હગ ઇમોજી શેર કર્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ અંતર્ગત જાડેજા તેની હોમ ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે જોડાશે અને ગિલ તેની જગ્યાએ ચેન્નાઇ સુપર કિંગ્સ જશે. બંને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચેનો કરાર આગામી આઈપીએલ સિઝન પહેલાં આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ખુલતી ટ્રેડ વિન્ડોના અંત પહેલા થાય તેવી શક્યતા છે. જો કે, તેના વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. રોબિન ઉથપ્પાના નિવૃત્તિ બાદ ચેન્નાઈને ટોપ ઓર્ડર બેટ્સમેનની જરૂર છે. આવી સ્થિતિમાં ચાહકોનું માનવું છે કે ચેન્નાઈની ટીમ ગિલને પોતાની સાથે જોડી શકે છે.

Most Popular

To Top