National

લલિત મોદીને બે અઠવાડિયામાં બે વાર કોરોના

નવી દિલ્હી: IPLના પૂર્વ કમિશનર લલિત મોદી મૃત્યુમાંથી પાછા ફર્યા છે. તેને ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા સાથે બે અઠવાડિયામાં બે વાર કોવિડ (Covid) થયો હતો. મેક્સિકો સિટીમાં રહેતા લલિત મોદીને તેમના પુત્ર અને ડૉક્ટરોએ (Doctor) એરલિફ્ટ કરીને લંડન (London) લઈ ગયા અને ત્યાં તેમની સારવાર કરાવી હતી. લલિત મોદીએ ખુદ એક ઈન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં આ માહિતી આપી હતી.

લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – ડોક્ટર અને પુત્ર કુશલ મને એર એમ્બ્યુલન્સ દ્વારા લંડન લઈ આવ્યા અને મારી સારવાર કરાવી, જેના કારણે હું મૃત્યુમાંથી પાછો આવી શક્યો, પરંતુ તેમ છતાં મારે 24 કલાક એક્સટર્નલ ઓક્સિજન પર રહેવું પડશે. બે ડોકટરોએ 3 અઠવાડિયા સુધી મારી સારવાર કરી અને સતત મારી દેખરેખ રાખી. એક ડોકટરે મેક્સિકો સિટીમાં મારી સંભાળ લીધી અને બીજાએ લંડનમાં મારી સંભાળ લીધી. તેમની પ્રશંસા કરવા માટે મારી પાસે શબ્દો નથી.

જણાવી દઈએ કે લલિત મોદી 2005 થી 2010 સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. તેઓ 2008 થી 2010 સુધી IPLના ચેરમેન અને કમિશનર હતા. 2010માં લલિતને હેરાફેરીના આરોપમાં IPL કમિશનરના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં આરોપો બાદ લલિત 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો.

બાદ IPLની શરૂઆત કરી હતી. તેઓ 2005 થી 2010 સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. તેઓ 2008 થી 2010 સુધી IPLના ચેરમેન અને કમિશનર હતા. 2010માં લલિતને હેરાફેરીના આરોપમાં IPL કમિશનરના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ કેસમાં આરોપો બાદ લલિત 2010માં દેશ છોડીને ભાગી ગયો હતો.

IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ થોડા મહિના પહેલા અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા, પરંતુ હવે તેમના બ્રેકઅપની અટકળો ચાલી રહી છે. ખરેખર, લલિત મોદીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલના બાયોમાંથી સુષ્મિતાનું નામ હટાવી દીધું છે. આ સાથે તેણે તેની સાથે ડિસ્પ્લે પિક્ચર પણ બદલ્યું છે.

Most Popular

To Top