Sports

IPL 2024નું શેડ્યૂલ જાહેર, CSK અને RCB વચ્ચે આ દિવસે થશે પ્રથમ મેચ, જાણો વિગતો

મુંબઇ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024નું (IPL 2024) શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આ જાહેરાત આજે 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. આઈપીએલના શિડ્યુલની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. દરમિયાન IPLમાં પ્રથમ મેચ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વિરાટ કોહલીની (Virat Kohli) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે.

સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રથમ 21 મેચો (22 માર્ચથી 7 એપ્રિલ સુધી)નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ 21 મેચો બે અઠવાડિયાના સમયગાળામાં રમાશે અને 21 મેચ 10 શહેરોમાં રમાશે. ખાસ વાત એ છે કે દિલ્હી કેપિટલ્સ તેની શરૂઆતની હોમ મેચ વાઇઝેકમાં રમશે. તેમજ આઈપીએલ 2024ની બાકીની મેચોનું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે.

IPL 2023 ની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ

  • ચેન્નાઈ સુપર કિંગ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ, ચેન્નાઈ, સાંજે 6.30
  • પંજાબ કિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ, મોહાલી, બપોરે 2.30 કલાકે
  • કોલકાતા નાઈટ રાઈડર્સ VS સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ, કોલકાતા, સાંજે 6.30 વાગ્યે
  • રાજસ્થાન રોયલ્સ VS લખનૌ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ, જયપુર, બપોરે 2.30 વાગ્યે
  • ગુજરાત ટાઇટન્સ VS મુંબઈ ઇન્ડિયન્સ, 24 માર્ચ, અમદાવાદ, સાંજે 6.30 કલાકે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ, 25 માર્ચ, બેંગલુરુ, સાંજે 6.30 કલાકે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS પંજાબ કિંગ્સ, 25 માર્ચ, બેંગલુરુ, સાંજે 6.30 કલાકે
  • ચેન્નાઈ સુપર કિંગ્સ VS ગુજરાત ટાઇટન્સ, 26 માર્ચ, ચેન્નાઈ, સાંજે 6.30 કલાકે
  • સનરાઈઝર્સ હૈદરાબાદ VS મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ, હૈદરાબાદ, સાંજે 6.30 કલાકે
  • રાજસ્થાન રોયલ્સ VS દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ, જયપુર, સાંજે 6.30 કલાકે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS કોલકાતા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ, બેંગલુરુ, સાંજે 6.30 કલાકે
  • લખનૌ સુપર જાયન્ટ્સ VS પંજાબ કિંગ્સ, 30 માર્ચ, લખનૌ, સાંજે 6.30 કલાકે
  • ગુજરાત ટાઇટન્સ VS સનરાઇઝર્સ હૈદરાબાદ, 31 માર્ચ, અમદાવાદ, બપોરે 2.30 કલાકે
  • દિલ્હી કેપિટલ્સ VS ચેન્નાઈ સુપર કિંગ્સ, 31 માર્ચ, વિઝાગ, સાંજે 6.30 વાગ્યે
  • મુંબઈ ઈન્ડિયન્સ VS રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ, મુંબઈ, સાંજે 6.30 વાગ્યે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS લખનૌ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ, બેંગલુરુ, સાંજે 6.30
  • દિલ્હી કેપિટલ્સ VS કોલકાતા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ, વિઝાગ, સાંજે 6.30
  • ગુજરાત ટાઇટન્સ VS પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ, અમદાવાદ, સાંજે 6.30 કલાકે
  • સનરાઇઝર્સ હૈદરાબાદ VS ચેન્નાઇ સુપર કિંગ્સ, 5 એપ્રિલ, હૈદરાબાદ, સાંજે 6.30 કલાકે
  • રાજસ્થાન રોયલ્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ, જયપુર, સાંજે 6.30
  • મુંબઈ ઈન્ડિયન્સ VS દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ, મુંબઈ, બપોરે 2.30 વાગ્યે
  • લખનૌ સુપર જાયન્ટ્સ VS ગુજરાત ટાઇટન્સ, 7 એપ્રિલ, લખનૌ, સાંજે 6.30 વાગ્યે

આઈપીએલ 2024 પણ આઈપીએલની 2023 સીઝનની જેમ જ હશે અને તેમાં 74 મેચ રમાશે. પરંતુ ગયા વર્ષની 60 દિવસની મેચની જગ્યાએ આ વખતે 67 દિવસની મેચો રમાશે. જણાવી દઇયે કે સામાન્ય ચૂંટણીને કારણે આઈપીએલનું શિડ્યુલ એક સપ્તાહ લંબાવવામાં આવ્યું છે. તેમજ જ્યારે 2019માં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે પણ આવો જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ સાથે જ IPLની ફાઈનલ 26 મેના રોજ રમાય તેવી શક્યતા છે.

Most Popular

To Top