IPL 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે (CKS) પોતાનો કેપ્ટન (Captain) બદલી નાખ્યો છે. ગત વર્ષે ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની (M S Dhoni) કપ્તાનીમાં ટાઈટલ જીત્યું હતું. ધોની 42 વર્ષનો છે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝીએ તેના સ્થાને નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ઓપનર રુતુરાજ ગાયકવાડ ટીમનો નવો કેપ્ટન હશે. તેણે ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. ચેન્નાઈએ 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સિઝનની પ્રથમ મેચ રમવાની છે.
IPL 2024 શુક્રવારથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે એક ચોંકાવનારો નિર્ણય લઈને ચાહકોને મોટો આંચકો આપ્યો છે. દરેક સીઝનની જેમ IPLની શરૂઆત પહેલા તમામ ટીમોના કેપ્ટન ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવે છે. આ સિઝનમાં પણ એવું જ થયું હતું, જ્યાં તમામ 10 ટીમોના કેપ્ટનોને ફોટોશૂટ માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન એમએસ ધોની આ તસવીરમાં જોવા મળ્યો ન હતો. તેના સ્થાને ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડને મોકલવામાં આવ્યો હતો. CSK તરફથી હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગાયકવાડ આ સિઝનમાં ટીમની કપ્તાની કરશે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં ઘણા નવા ખેલાડીઓ પ્રવેશ કરશે અને ઘણા જૂના યોદ્ધાઓ ચાર્જ સંભાળશે. આમાં વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ એક એવી ટીમ છે જે સમગ્ર સિઝનમાં પ્લેઈંગ-11માં બહુ ઓછા ફેરફાર કરે છે. જો કે આ વખતે તેણે ઘણા એવા ખેલાડીઓને સામેલ કર્યા છે જેઓ ફરી એકવાર ટીમનું કિસ્મત રોશન કરવામાં સક્ષમ જણાય છે. આવો જાણીએ એ આશાસ્પદ ખેલાડીઓ વિશે જે આ વખતે ટીમને તાજ પહેરાવી શકે છે.
બધાએ તુષાર દેશપાંડેને બોલિંગ કરતા જોયો હશે પરંતુ તેણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં 123 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. હવે જ્યારે પણ તુષાર IPLમાં બેટ સાથે ઉતરશે ત્યારે ટીમ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. ઉત્તર પ્રદેશના સિક્સર કિંગ તરીકે ઓળખાતો સમીર રિઝવી ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાની જેમ રમે છે. તેમને યુપીના બીજા રૈના પણ કહેવામાં આવે છે. ટીમે અનકેપ્ડ હોવા છતાં મેરઠના સમીરને 8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
કુમાર કુશાગ્ર વિકેટકિપરની જવાબદારી સંભાળવા માટે મુખ્ય વિકલ્પ બની શકે છે. એક બેટ્સમેન જે નીચલા ક્રમે રમીને લાંબા છગ્ગા ફટકારવામાં સક્ષમ છે અને તેણે ક્રિકેટના ડિરેક્ટર સૌરવ ગાંગુલી સહિત ડીસી સ્કાઉટ્સને પ્રભાવિત કર્યા છે. રચિન રવિન્દ્ર આ ડાબોડી બેટ્સમેન સ્પિન બોલિંગમાં પણ નિપુણ છે. આ યુવા ખેલાડીએ વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં પોતાની છાપ છોડી હતી. રચિન 64ની એવરેજથી 578 રન સાથે ટુર્નામેન્ટના ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. શ્રીલંકાના મિસ્ટ્રી સ્પિનર મહેશ તિષ્ણાનો છેલ્લી બે સિઝનથી ટીમ માટે ગોલ્ડન હેન્ડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે 2022માં 9 મેચમાં 12 અને 2023માં 13 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. તે રનને નિયંત્રિત કરવા માટે પ્રખ્યાત છે.