IPL 2023: IPL 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલમાં (IPL) અત્યાર સુધી તમામ ટીમોએ એક-એક મેચ (Match) રમી છે. જો કે મેચની શરૂઆતથી જ કેટલાક ખેલાડી (Players) દર્શકોની (Audience) અપેક્ષા પર પાર ઉતરી રહ્યા નથી. તેઓ દર્શકોને નિરાશ કરી રહ્યા છે. અત્યાર સુધી એવા ચાર ખેલાડીઓ છે કે જેમના પર IPL ટીમોએ ધૂમ પૈસા ઉડાડ્યા છે અને આ ખેલાડીઓ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેને લઈને હવે ટીમ ચિંતામાં મુકાઈ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે હેરી બ્રુકને 13.25 રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ IPLની પ્રથમ મેચમાં તે માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. તે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેના વહેલા આઉટ થવાના કારણે ત્યારપછીના બેટ્સમેનો પર દબાણ વધી ગયું હતું. તો બીજી તરફ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તેણે પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા હતા. કેકેઆર સામે બેટિંગ કરતી વખતે તે માત્ર 17 બોલ જ રમ્યો હતો. તેણે 26 રન બનાવ્યા હતા. સાથે જ બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે 3 ઓવરમાં 38 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સને RCB સામે 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન મુંબઈ માટે શાનદાર રમત બતાવી શક્યો નહોતો. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 5 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગ કરતી વખતે તેણે 2 ઓવરમાં 30 રન આપ્યા હતા. તે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. ટીમને તેના ખરાબ પ્રદર્શનની કિંમત હારીને ચૂકવવી પડી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલ મીની ઓક્શન 2023માં સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તેનો બેટ ફ્લોપ રહ્યો હતો. તેના બેટમાંથી રન લેવા મુશ્કેલ બની ગયા છે. ક્રિઝ પર ટકી રહેવા માટે પણ તેને ફાંફા પડી રહ્યા છે. તેણે ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં માત્ર 7 રન બનાવ્યા હતા અને બોલિંગ કરી ન હતી.
ક્રિસ ગેલનો મોટો દાવો, આ બે ઘાતક ખેલાડીઓ RCBને પ્રથમ ટ્રોફી અપાવશે
IPLની 16મી સિઝનની શરૂઆત અપેક્ષા મુજબ ધમાકેદાર થઈ છે. આ સિઝનની પ્રથમ 5 મેચોએ દર્શકોને ખૂબ મનોરંજન આપ્યું છે. આ મેચોમાંની એક RCBની ટીમે 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે RCBની જીતમાં જોરદાર બેટિંગ કરી હતી. મેચ પુરી થયા બાદ RCBના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલે મોટું નિવેદન આપ્યું છે.
પૂર્વ આરસીબી આઇકોન અને વેસ્ટ ઇન્ડીઝના ઘાતક બેટ્સમેન ક્રિસ ગેલ ફાફ ડુ પ્લેસિસ અને કોહલીથી પ્રભાવિત હતા. ગેઈલે કહ્યું કે અમે જાણીએ છીએ કે ફાફ ક્લાસ છે. તે એક મહાન કેપ્ટન અને મહાન ખેલાડી છે. તેણે સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સારું કર્યું છે. તેથી ફાફ માટે આ કંઈ નવું નથી. બીજી તરફ ગેલનું માનવું છે કે ડુ પ્લેસિસ અને કોહલીની જોડી આરસીબીને ખિતાબ અપાવી શકે છે.