Business

શું iPhone નિર્માતા કંપની તેનો Apple વાળો લોગો બદલવા જઈ રહી છે? એવું શું છે આ લોગોમાં?

એપલ કંપની (Apple Company) તેના શાનદાર ઉત્પાદનો માટે જાણીતી છે. આઈફોન (iphone) વિશ્વની સૌથી મોટી કંપની છે. કંપનીનો લોગો પણ ઘણો ખાસ છે. તેની પાછળની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. હવે આ લોગોને (Logo) લઈને નવો વિવાદ સામે આવ્યો છે. બીજી કંપનીનો પણ એપલ કંપની જેવો જ લોગો છે. જેને લઈને ચર્ચા ઉઠી છે કે શું એપલ કંપની તેનો લોગો બદલશે કે પછી બીજી કંપનીને તેનો લોગો બદલવો પડશે.

આઇફોન બનાવનારી કંપનીનું નામ જેટલું યુનિક છે તેટલો જ ખાસ તેનો લોગો છે. જ્યારે પણ આપણે એપલ કંપનીનું નામ લઈએ છીએ ત્યારે લોગો એટલે કે કાપેલા સફરજનની તસવીર સામે આવે છે. હવે કંપનીના આ લોગોને લઈને એક મામલો સામે આવ્યો છે. એપલના લોગો જેવો લોગો એક બીજી કંપનીનો પણ છે. સ્વિસ ફ્રુટ યુનિયનનો લોગો પણ એપલ જેવો જ છે. આ લોગોને લઈને વિવાદ વધ્યો છે. હાલમાં એપલ વિશ્વની સૌથી મોટી કંપની છે. તેનું માર્કેટ કેપ લગભગ $3 બિલિયન છે. કંપની તેના ઉત્તમ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો માટે જાણીતી છે. બીજી તરફ સ્વિસ ફ્રૂટ યુનિયન 111 વર્ષથી વધુ જૂનું છે.

વાયર્ડ યુકેના રિપોર્ટ અનુસાર એપલ સ્વિસ ફ્રૂટ યુનિયનને તેનો લોગો બદલવા માટે દબાણ કરી શકે છે. કંપની આ માટે સતત પ્રયાસો કરી રહી છે. જો એપલ આમાં સફળ થાય છે તો સો વર્ષથી વધુ જૂની કંપની ફ્રૂટ યુનિયન સુઈસને તેનો લોગો બદલવાની ફરજ પડી શકે છે. હાલમાં સ્વિસ ફ્રૂટ યુનિયનનો લોગો એક લાલ સફરજન છે જેના પર સફેદ ક્રોસ છે.

રિપોર્ટ અનુસાર એપલે સૌથી પહેલા 2017માં સ્વિટ્ઝર્લેન્ડમાં ફળના ટ્રેડમાર્કને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે કંપની સફળ રહી ન હતી. રિપોર્ટ અનુસાર એપલ પાસે વિવિધ કારણોસર ઘણી કંપનીઓ સામે મુકદ્દમાનો લાંબો ઈતિહાસ છે. કપાયેલા સફરજન સાથે એપલના વર્તમાન લોગો પહેલાં તેનો લોગો આઇઝેક ન્યૂટનનું ચિત્ર હતું. એ ન્યુટન જેમણે ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી. એપલના લોગોમાં ન્યૂટનને સફરજનના ઝાડ નીચે બેઠેલા દર્શાવવામાં આવ્યા હતા. એપલ લોગો વિશે આમ તો ઘણી વાર્તાઓ છે. 1977 થી 1998 સુધી તેનો રંગ મેઘધનુષ્ય રાખવામાં આવ્યો હતો. વર્ષ 1998માં તેને ગોલ્ડન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top