National

જો દીકરીના ભવિષ્યની ચિંતા સતાવતી હોય તો કરો આ યોજનામાં રોકાણ

નવી દિલ્હી: દીકરીના જન્મતાની (Born) સાથે જ દરેક માતા પિતા (Parents) તેના ભવિષ્યના (Future) માટે અનેક યોજનાઓ બનાવે છે તેમજ અનેક યોજનાઓમાં રોકાણ (Invest) કરે છે. દીકરીના ભણતરથી (Study) લઈ તેના લગ્ન (Marriage) સુઘીની તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અગાઉથી જ થોડું થોડું રોકાણ કરવામાં આવે છે. દીકરીના તમામ સ્વપ્ન સાકાર થાય તેમજ તેને કોઈ પણ જાતની ખોટ ન વર્તાય તેથી અનેક યોજનાઓ વિશેની જાણકારી મેળવી માતા પિતા યોગ્ય યોજનામાં રોકાણ કરતાં હોય છે.

વાત કરીએ યોજનાઓની તો દીકરીઓ માટે અનેક યોજનાઓ છે કે જેમાં રોકાણ કરી શકાય છે. પરંતુ હાલમાં પ્રધાનમંત્રીની સુકન્યા સમૃદ્ઘિ યોજના ખૂબ લોકપ્રિય થઈ છે. તમામ સરકારી યોજનાઓમાંથી આ યોજનામાં સૌથી વઘુ વ્યાજ મળે છે. આ દર હાલમાં 7.6 ટકા છે. નાણાંકીય વર્ષ બદલાવાની સાથે આ વર્ષે પણ સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ઉપરાંત આ યોજનામાં રોકાણ કરવાથી ટેકસમાંથી પણ મુકિત મળે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 250 રૂપિયા તેમજ વઘુમાં વઘુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.

  • સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના સારા ભવિષ્ય માટે એક બેસ્ટ યોજના
  • સુકન્યા સમૃદ્ધિ યોજના વાર્ષિક 7.6 ટકા વ્યાજ ચૂકવે છે

આ યોજનામાં જે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોય તેના નામનું ખાતું પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં ખોલાવાનું હોય છે. જેના માટે પોસ્ટ ઓફિસ તેમજ બેંકનું ફોર્મ ભરવાનું રહે છે. આ સાથે દીકરીનો જન્મનું પ્રમાણપત્ર તેમજ દીકરી અને તેના માતા પિતાનું ઓળખનું પત્ર આપવું પડે છે. ત્યારબાદ આ યોજનામાં 250 રૂપિયાથી લઈ 1.50 લાખ સુઘીનું રોકાણ કરવામાં આવે છે. આ યોજનામાં રોકાણથી સરકાર કોઈ ટેકસ વસૂલતી નથી એટલે કે SSYમાં જમા રકમ પર કલમ ​​80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરી શકાય છે.

આ યોજનામાં એક દીકરીના નામથી એક જ ખાતું ખોલાવી શકાય છે. જો બે દીકરી હોય તો અલગ અલગ નામથી ખાતું ખોલાવવું પડે છે. આ ખાતું 21 વર્ષ માટે ખોલવામાં આવે છે. આ ઉપરાંત દીકરી 18 વર્ષની થાય પછી પણ ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે.

Most Popular

To Top