Charchapatra

ક્રિકેટનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ સુરતને મળવું જ જોઇએ

સુરતની આજે એક દેશમાં એક સુપર કલાસ સીટીમાં ગણના થાય છે. હવે સુરતને ક્રિકેટનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ મળવું જ જોઇએ. જેની ક્ષમતા 50-60 હજાર હોય. આજે આપણી પાસે ડાયમંડ બુર્સ, આઇટી મેક સેન્ટર કાર્યરત થવાનું છે. આઇકોનીક મનપા વહીવટીભવનની મંજૂરી મળવા જઇ રહી છે. મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલે છે. વડોદરા-સુરત એકસપ્રેસનું કામ 2022 માં પૂર્ણતાના આરે છે. જવેલેરી પાર્ક બનવાનું આયોજન છે. હવે સુરતની ક્રિકેટપ્રેમી જનતા માટે એક ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડની ખૂબ જ આવશ્યકતા છે. એરપોર્ટ ફેસીલીટી ચારે કોરથી ચાલુ છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ હોવું જોઇએ, તેનાથી દક્ષિણ ગુજરાતની ક્રિકેટ પ્રવીણતા પણ ખીલશે.
સુરત     – તૃષાર શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top