ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં ઊંચા વ્યાજે (Interest) રૂપિયા (Money) ફેરવતા વ્યાજખોરો (Usury) સામે તંત્રએ તવાઈ બોલાવી છે. ભરૂચમાં માતાનાં લાઇસન્સ (License) નામે ગેરકાયદે પાવર ઓફ એટર્ની લઈને પુત્રએ ખંડણી અને વ્યાજખોરીના બે ગુના દાખલ થતાં માતાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લામાં નાણાં ધીરધાર શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળીઓ ભરૂચની કચેરી બહુ મારી બિલ્ડિંગમાંથી નાણાં ધીરધાર લાઇસન્સ અંગેનો એક હુકમ કરવામાં આવ્યો છે, જેમાં લાઇસન્સધારક દિનાબેન રમેશચંદ્ર મોદીએ તા.૨૮/૧/૨૦૧૯થી પુત્રને કુલમુખત્યારનામું (પાવર એટર્ની) લખી આપી ધંધો કરી શકાય કે કેમ એ બાબતનો અભિપ્રાય ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી માંગવામાં આવ્યો હતો. લાઇસન્સધારક દિનાબેન રમેશચંદ્ર મોદીને વારંવાર નોટિસ આપવા છતાં હાજર ન રહેતાં અને સતત કચેરીમાં ગેરહાજર રહેતાં તા.૨૮/૩/૨૦૨૩ના રોજ આખરી સુનાવણીની નોટિસ આપી તા.૧/૪/૨૦૨૩ના રોજ જરૂરી સુનાવણી અર્થે હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેઓ ગેરહાજર રહ્યાં હતાં. જેના પગલે નાણાં ધીરધાર પત્રક નિયત નમૂના-૧૧ ઉપર પાવર એટર્નીના કરી રજૂ કર્યુ હતું, જેમાં કલમ ચાર પાંચ છ થી પરવાનેદાર દિનાબેન રમેશચંદ્ર મોદીને સહકાર ધારાની કલમ પાંચ એકના ઉલ્લંઘન બદલ લાઇસન્સ રદ કરવામાં આવે છે એવો હુકમ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, માતાનાં લાઇસન્સ ઉપર ઊંચા વ્યાજે રૂપિયા ફેરવતો અંકિત મોદી કે જે કરોડપતિ બનવાનું સપનું જોતો હતો. કરોડપતિના સપનાં આખરે જેલમાં લઈ ગયાં હતાં. ભરૂચ રૂરલ પોલીસ અને એ-ડિવિઝન પોલીસમથકમાં ખંડણી અને વ્યાજખોરીના ગુનામાં ધરપકડ થતાં એ-ડિવિઝન પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસનાં રિમાન્ડ મેળવી ફરિયાદીની ઓફિસનું પ્રિન્ટર અને અગત્યના દસ્તાવેજ મેળવવાના પ્રયાસ આદર્યા હતા.
પોલીસે માંગેલા અભિપ્રાય અને અંકિત મોદી સામે સંખ્યાબંધ ફરિયાદો હોવાના કારણે લાઇસન્સ રદ કરાયું છે: પી.બી.કણકોટિયા
આ બાબતે અધિકારી પી.બી.કણકોટિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ લાઇસન્સધારક પોતાનું લાઇસન્સ પાવર એટર્ની કરી કોઈને ઉપયોગ કરવા આપી શકે નહીં. જે ગેરકાયદે છે. લાઇસન્સધારક દિનાબેન મોદીએ પાવર એટર્ની કરી તેના દીકરાને પાવર આપ્યો હોય તેવી ઘટના સામે આવી હતી અને અંકિત મોદી સામે સંખ્યાબંધ ફરિયાદો હતી અને પોલીસ દ્વારા પણ આ અંગેનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જેના કારણે લાઇસન્સધારક દીનાબેન મોદીનું લાઇસન્સ રદ કરી દીધું છે.