ઉપર ગુજરાતી કહેવત આખી દુનિયાને લાગુ પડે છે. પરંતુ ભારતનું બુધ્ધિધન પણ કાંઇ જેવું તેવું નથી. ભારતમાં પણ ઘણાં બુધ્ધિશાળીઓ વસે છે. તાજેતરમાં જ પોતાની અંગત કેબીનેટમાં ગુજરાતના કાશ પટેલને લશ્કરી બાબતોમાં પણ સલાહકાર સમિતિમાં એક ભારતીય યુવાનને લીધા છે. ઓસ્ટ્રેલિયામાં ખુરશી દોડમાં પણ ભારતના વિકલાંગ યુવાનો ચમકયા છે. જે બોલી પણ શકતા નથી અને બરાબર ચાલી પણ શકતાં નથી. યુરોપમાં તો ઇંગ્લેન્ડના વડા પ્રધાનપદે આપણા ભારતનો યુવાન હતો. તાજેતરના સમાચારમાં એક ભારતીય યુવતી જે વિકલાંગ છે તે સંગીતમાં નામ કાઢી ગઇ. સેટેલાઇટ ક્ષેત્રે પણ એક દક્ષિણ ભારતની યુવતી ચમકી છે. આમ દરેક ક્ષેત્રમાં આપણાં ભારતીય યુવાનો ઝળકે છે. આને માટે યુવાન-યુવતીઓએ પ્રયત્નો કરવા પડે છે. મોબાઇલ અને નશામાં યુવાધન ખર્ચાય એ ભારત માટે નામોશીની વાત છે. આમ દરેક યુવાન-યુવતીએ પોતાને જેનો શોખ હોય તેમાં નામ કાઢવાના પ્રયત્નો કરવા જોઇએ. અવશ્ય યશ મળે જ છે.
પોંડીચેરી – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ન્યાયાધીશ પણ દૂધે ધોયેલા રહ્યાં નથી
અખબારોમાં દિલ્હીના ન્યાયાધીશ યશવંત વર્માનું કૌભાંડ નજરે ચઢ્યું છે. શ્રી વર્માના સરકારી આવાસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને એમાં રૂપિયા પાંચસોની નોટોના બંડલો મોટા પ્રમાણમાં બળેલી હાલતમાં મળી આવ્યાં હતાં. હવે સવાલ એ થાય છે કે આટલી મોટી સંખ્યામાં રૂપિયા પાંચસોની નોટોના બંડલો શ્રી વર્માના આવાસમાં આવ્યાં ક્યાંથી? અને કઈ રીતે? ઉપરથી શ્રી વર્મા પોતે આશ્ચર્ય વ્યક્ત કરે છે કે, મને પોતાને પણ ખબર નથી, કે મારા આવાસમાં આ બધાં બંડલો આવ્યાં ક્યાંથી? હવે દીવા જેવી સ્પષ્ટ વાત છે કે પોતાના ઘરમાં કોઈ અન્ય વ્યક્તિ કઈ રીતે નાણાં મૂકી શકે. બીજું કે હાઈકોર્ટના ન્યાયાધીશોનાં બંગલે તો ૨૪ કલાક પોલીસ પહેરો હોય છે તો અન્ય વ્યક્તિ એમના ઘરમાં ક્યાંથી ઘૂસી શકે.
લોભી અને લાલચુ ન્યાયાધીશો અમુક જજમેન્ટ બદલવાની ફી પેટે મોટા ઉદ્યોગપતિઓ, કારખાના માલિકો, મોટા રાજકીય નેતાઓ, ફિલ્મ સ્ટારોની વિરુદ્ધ થતાં કેસોને રફેદફે કરી એમની તરફેણમાં ચુકાદો આપવાનાં બદલામાં કરોડો રૂપિયાની ગેરકાનૂની સંપત્તિ એકઠી કરે છે. આમાં ન્યાય પ્રકિયાની ગરિમા કેવી રીતે જળવાઈ શકે. લોભી ન્યાયમૂર્તિઓએ કઈ કેટલાય નિર્દોષ લોકોને સજાઓ કરી દીધી હશે. આવા ન્યાયાધીશોને તત્કાળ સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એમની તમામ સ્થાવર અને જંગમ મિલકતોને જપ્ત કરવી જોઈએ.
હાલોલ – યોગેશભાઈ જોશી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
